जन मन INDIA
slider news જાણવા જેવું

સમુદ્રની દુનિયાઃ જાણો એવા સમુદ્રી જીવો વિશે, જેઓ હોય છે કાંચની જેમ પારદર્શી

આપણી આસપાસની જગ્યા અનેક અજાયબીઓથી ભરેલી છે. ખાસ કરીને સમુદ્રની અંદરની દુનિયા આજે પણ આપણા માટે એકદમ રહસ્યમય છે. વિશ્વમાં ઘણાં એવા જીવ છે જેના વિશે આપણે જાણતાં નથી. કેટલાક જીવ એવા છે જે નરી આંખે જોઈ શકાતા નથી. આ આર્ટીકલમાં અમે તમને દુનિયાના એવા જીવ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પારદર્શી તો છે જ પણ સાથે-સાથે સુંદર પણ છે. આ તમામ જીવમાં સૌથી વધુ જીવો દરિયાના ઉંડાણમાં રહે છે અને પોતાની અનોખી ઓળખ ધરાવે છે.

ગ્લાસ ફ્રોગ

આ ગ્લાસ ફ્રોગ ખાસ કરીને મધ્ય અને દક્ષિણ અમેરિકાના જંગલોમાં જોવા મળે છે. સામાન્ય રીતે આ દેડકાં કોઈ તળાવ કે નદીમાં નહીં પણ ઉંચા વૃક્ષોની ઉંચી ડાળીઓમાં જ પોતાનું રક્ષણ કરવા લપાઈને બેઠાં હોય છે. પણ જ્યારે મેટિંગ કે પછી ઈંડા મૂકવાનો સમય થાય ત્યારે તે નદી કે તળાવ તરફ પ્રયાણ કરે છે. ગ્લાસ ફ્રોગનો રંગ લાઈટ પીળો અને લીલો હોય છે અને તેની ચામડી પારદર્શી હોય છે, જેમાંથી પેટ, ધબકતું હદય અને લોહીની ભરેલી નસ પણ દેખાતી હોય છે. ફાયબરની ઉણપના કારણે કોઈ ગ્લાસ ફ્રોગની ચામડી રંગવિહિન હોય છે.

સીઆ કકુમ્બર

આ એલિયન જેવું જીવ દરિયામાં 2 હજાર 750 મીટરની ઉંડાઈએ ઓશિયન ફ્લોર પર રહે છે. આ સીઆ કકુમ્બર પોતાના કદ મુજબ 2 સેન્ટિમીટર પ્રતિમિનિટની ધમી ગતિએ આગળ વધે છે. આ વિચિત્ર જીવને પ્રથમ વખત ગલ્ફ ઓફ મેક્સિકોમાં શોધવામાં આવ્યું હતું. આ જીવ એટલુ બધુ પારદર્શી છે કે તેના પેટના આંતરડા સહિતના અન્ય અવયવો સરળતાથી જોઈ શકાય છે.

યુરોપિયન ઈલ

યુરોપિયન ઈલ એવા પારદર્શી સાપ જેવું જીવ છે જે પોતાનો કલર બદલી પણ શકે છે. સૌથી પહેલા તે પારદર્શી બને છે અને પછી ધીમે ધીમે કલર બદલે છે. યુરોપિયન ઈલની યુવાવસ્થા 5થી 25 વર્ષની હોય છે. અને ત્યારબાદ તેમાં મેચ્યોરિટીના ગુણ આવે છે તેવું વૈજ્ઞાનિકોનું કહેવું છે અને આ જ યુવાવસ્થા દરમિયાન તેની આંખોનો આકાર પણ બદલાઈને મોટો થઈ જાય છે. ત્યારબાદ તેના શરીરની બંને તરફ સિલ્વર કલર તૈયાર થવા લાગે છે જેનાથી તે માદા ઈલને આકર્ષે છે. આ કલર બદલાતા તે સિલ્વર ઈલ તરીકે ઓળખાવા લાગે છે.

ગ્લાસ સ્ક્વિટ

અત્યાર સુધીમાં ગ્લાસ સ્ક્વિટની 60 જેટલી અલગ અલગ પ્રજાતિઓ શોધવામાં આવી છે. તેમાંથી સૌથી વધુ બાયોલ્યુમિનસન્ટ હોય છે. એટલે કે તે પોતાના શરીરમાંથી પ્રકાશ ઉત્પન્ન કરી શકે છે. આ પ્રકાશ ફેલાવનારા અવયવો તેની આંખની નીચે હોય છે. ગ્લાસ સ્ક્વિડની બોડી એટલી બધી પારદર્શી હોય છે કે તેમે તેના શરીરના અન્ય અવયવો, લોહીની નસ અને માંસ આરામથી જોઈ શકો છો.

 

Related posts

સિંગર પલાશ સેન થયા કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી

madhuri rathod

iPhone બન્યો દુનિયાનો સૌથી વધુ વેચાતો સ્માર્ટફોન, જાણો Xiaomi અને Samsungનું સ્થાન

ravi chaudhari

JOBS OF THE WEEK: 1800થી વધુ જગ્યાઓ પર ભરતી, જલ્દીથી કરો અરજી

ravi chaudhari

Leave a Comment