કોરોનાનું સંક્રમણ દેશમાં ફરી એકવાર વધતું જોવા મળી રહ્યું છે. જેના પગલે ઘણા રાજ્યોમાં સરકારો દ્વારા પ્રતિબંધો પણ લાદવામાં આવી રહ્યા છે.
ખાસ કરીને રાજ્ય સરકારો દ્વારા બાળકોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સ્કૂલોને ફરી તાળા મારવામાં આવી રહ્યા છે. તમિલનાડુ સરકારે 31 જાન્યુઆરી સુધી પાબંઘિઓ લંબાવી છે ત્યારે હવે વધતા જતા કોરોનાના કેસોને લઈને ઉત્તરપ્રદેશની સરકાર પણ એક્શનમાં આવી છે.
કોરોનાની વધતી ગતિને જોતા સરકારે 6 થી 15 જાન્યુઆરી સુધી 12મી સુધી શાળાઓ બંધ રાખવા અને ઓનલાઈન અભ્યાસ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓને માત્ર રસીકરણ માટે જ બોલાવવાનો આદેશ હતો. રાજધાની લખનૌમાં પણ કોરોના ઘાતક બન્યો છે.
ત્રીજી લહેર દરમિયાન, શનિવારે સંક્રમણ સૌથી વધુ જોવા મળ્યું જ્યારે 2 હજાર 769 કેસ જોવા મળ્યા હતા અને છ મહિના પછી બે દર્દીઓના મૃત્યુ પણ થયા હતા. આ પહેલા 4 જુલાઈએ લખનૌમાં કોરોનાથી એક મૃત્યુ થયું હતું. ત્યારથી સતત નવા કેસ સામે આવી રહ્યા છે, ત્યારે હવે સરકારે શાળા-કોલેજો બંઘ રાખવાના આદેશ આપી દીધા છે.