સુપ્રીમ કોર્ટમાં આજે તાલાલાની પેટાચૂંટણી જાહેર કરવા અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડને કોર્ટમાંથી સજા બાદ તેમના સસ્પેન્શન મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા પેટા ચૂંટણી રદ્દ કરવાનો ચુકાદો આપતા ચૂંટણીપંચનાં જાહેરનામા પર રોક લગાવી દીધી છે.
ભગવાન બારડની આ બેઠક પરની પેટાચૂંટણી રદ્દ કરવા મામલે કરવામાં આવેલી અરજી ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દેતા બારડે સુપ્રીમનો દરવાજો ખટખટાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ખનીજ ચોરીનાં કથિત મામલે ભગવાન બારડને નીચલી કોર્ટે દોષિત ઠેરવ્યા હતા, જ્યાર બાદ ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ દ્વારા તેમનુ ધારાસભ્ય પદ રદ કરવામાં આવ્યુ હતુ. તો આ તરફ પેટાચૂંટણીની જાહેરાત થયા બાદ ભાજપ તરફથી જસા બારડને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.
Advertisement
Advertisement