સુપ્રીમ કોર્ટે 14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હમલા પાછળ કથિત મોટા ષડયંત્રની તપાસની માંગ કરનારી જાહેર હિતની અરજી સોમવારે નકારી કાઢી. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની પીઠ વકીલ વિનીત ધાંડા તરફથી દાખલ જનહિત અરજી પર સુનાવણી કરી રહી હતી.
ધાંડાએ હમલા પાછળના વ્યાપક ષડયંત્રના તપાસનો અનુરોધ કર્યો હતો. હમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા છે. જાહેર હીતની અરજીમાં કહેવામાં આવ્યુ છે કે, હમલામાં લગભગ 370 કિલોગ્રામ આરડીએક્સનો ઉપયોગ થયો હતો અને તેની વિસ્તૃત તપાસ કરવામાં આવવી જરૂર છે.
બીજી તરફ આજે દિલ્હીમાં આતંકી હમલાને લઈ દિલ્હીમાં એક મોટી બેઠક થવા જઈ રહી છે. આ બેઠકમાં ત્રણે સેનાના પ્રમુખોની સાથે રક્ષામંત્રી નિર્મલા સીતારમનની બેઠક થશે. આ બેઠક બે દિવસ સાથે ચાલશે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી શકે છે.
આ બેઠકમાં વિભિન્ન દેશોમાં તૈનાત 44 ડિફેન્સ એટૈચી પણ ભાગ લેશે. આ બેઠક બાદ રક્ષા મંત્રી અને ત્રણે પ્રમુખ પોતાની તૈયારીઓની જાણકારી પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને નાણામંત્રીની ઉચ્ચસ્તરીય બેઠકનમાં આપશે.
ઉચ્ચપદસ્થ સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગૃહ મંત્રાલયના પાકિસ્તાન વિરુદ્ધ તૈયાર કરવામાં આવી રહેલા ડોઝિયરની સાથે આ ડિફેન્સ એટૈચી દુનિયાના પ્રમુખ દેશો સાથે પાકિસ્તાન વિરુદ્ધ લામબંધીની યોજના પર અમલ કરશે.