SCCL Recruitment 2022 Job Notification: સિંગરેની કોલિરીઝ કંપની લિમિટેડ (SCCL)એ તેની સત્તાવાર વેબસાઇટ પર 177 જુનિયર આસિસ્ટન્ટ પોસ્ટ્સ માટે અરજીઓ માંગી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ પોસ્ટ માટે 10 જુલાઈ 2022 સુધીમાં અરજી કરી શકે છે.
SCCL ભરતી 2022 જોબ નોટિફિકેશન માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે કોઈ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી અને કોમ્પ્યુટર એપ્લિકેશન/ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં 6 મહિનાનું સર્ટિફિકેટ અથવા ડિપ્લોમા અથવા ડિગ્રી કોર્સ સહિત જરુરી શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ.
આ પોસ્ટ પર ભરતી માટે વય મર્યાદા 30 વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 1લી જાન્યુઆરી 2022થી કરવામાં આવશે. SC, ST, BC ઉમેદવારોને વય મર્યાદામાં 5 વર્ષ સુધીની છૂટછાટ મળશે. મતલબ કે આ કેટેગરીના 35 વર્ષ સુધીના ઉમેદવારો આ માટે અરજી કરી શકે છે.
આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 177 જગ્યાઓ ભરવાની છે. આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 જુલાઈ 2022 છે. પગારની વાત કરીએ તો ગ્રેડ 2 માટે દર મહિને 29,460 રૂપિયા, ગ્રેડ 1 માટે 31,852 રૂપિયા પ્રતિ મહિને અને સ્પેશિયલ ગ્રેડ માટે 34,391 રૂપિયા પ્રતિ મહિના સુધીનો પગાર મળશે.
How to Apply for SCCL Recruitment 2022
– આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે પહેલા SCCLની સત્તાવાર વેબસાઇટ scclmines.com પર જાઓ.
– હોમપેજ પર કારકિર્દી ભરતી સૂચના પર ક્લિક કરો.
– સૂચનાઓને અનુસરીને અરજી ફોર્મ ભરો. ફોર્મ સબમિટ કરતા પહેલા ખાતરી કરો કે ફોર્મ સંપૂર્ણપણે ભરેલું છે કે નહીં.
– ઉમેદવારે પોતાની અરજી સબમિટ કર્યા પછી ઓનલાઈન અરજી ફોર્મની પ્રિન્ટ લઈ લેવી.