जन मन INDIA
slider news ટેકનોલોજી

સેમસંગનો આ સ્માર્ટફોન થયો સસ્તો, કેટલી કિંમતમાં ખરીદી શકો છો જાણો

નવી દિલ્હી: કોરિયન કંપની સેમસંગે તેના સૌથી પોપ્યુલર સ્માર્ટફોનમાંથી એક Samsung Galaxy A31ની કિંમતમાં ઘટાડો કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી આ જબરદસ્ત ફોન સસ્તો થવાની શક્યતા સેવાઈ રહી હતી.

ભાવ ઘટાડા પાછળનું શું છે કારણ 

સેમસંગે ગયા મહિને જ Samsung Galaxy A32 લોન્ચ કર્યો છે. બજારમાં આ નવા ફોનના લોન્ચ થયા પછી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે Samsung Galaxy A31ની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. આખરે કંપનીએ આ નિર્ણય લઇ જ લીધો.

કેટલો સસ્તો થયો ફોન

મળતી માહિતી મુજબ કંપનીએ Samsung Galaxy A31ની કિંમતમાં 1000 રૂપિયા ઘટાડી દીધા છે. પહેલા આ ફોન 17,999 રૂપિયામાં વેચાઇ રહ્યો હતો. પરંતુ નવા બદલાવ પછી હવે તમે આ ફોનને 16,999 રૂપિયામાં ખરીદી શકો છો. જણાવી દઈએ કે Samsung Galaxy A31ને પહેલા 21,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે લોન્ચ થયા બાદ અત્યાર સુધીમાં આ ફોનની કિંમતમાં કુલ 5,000 રૂપિયાનો ઘટાડો થયો છે.

ફોનના સ્પેસિફિકેશન્સ

ડ્યુઅલ-સિમ Samsung Galaxy A31, Android 10 પર આધારિત One UI પર ચાલે છે. તેમાં 6.4 ઇંચની ફુલ એચડી+ ઇન્ફિનિટી-યુ ડિસ્પ્લે આપવામાં આવી છે. 20:9 આસ્પેક્ટ રેશિયો સાથે Samsung Galaxy A31માં મીડિયાટેક હીલિયો પી65 ઓક્ટા-કોર પ્રોસેસર છે. માર્કેટમાં ગેલેક્સી A31નું એકમાત્ર વેરિએન્ટ લાવવામાં આવ્યું છે. આ 6GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે આવે છે. 512GB સુધીના માઇક્રો એસડી કાર્ડ સપોર્ટ કરે છે. Samsung Galaxy A31ની બેટરી 5,000mAhની છે. બેટરી 15 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે અને કનેક્ટિવિટી માટે યુએસબી ટાઇપ-સી છે.

કેમેરા સેટઅપ વિશે વાત કરીએ તો Samsung Galaxy A31 ચાર રિયર કેમેરા સાથે આવે છે. પાછળની બાજુ 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ કેમેરા, 5 મેગાપિક્સલનો મેક્રો કેમેરા, અને 5 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર છે. ફ્રન્ટ પેનલ પર 20 મેગાપિક્સલનો સેન્સર આપવામાં આવ્યો છે, જેને વોટરડ્રોપ નોચમાં સ્થાન મળ્યું છે. Samsung Galaxy A31માં સેમસંગ પે અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર જેવા ફીચર છે.

Related posts

ડાયાબિટીસના દર્દીઓએ આ 5 ચીજોનું સેવન કરવું, શુગર લેવલ રહેશે નિયંત્રિત

madhuri rathod

સૌથી ઝડપી ચાર્જ થશે આ સ્માર્ટફોન, એપ્રિલના અંતમાં થશે ભારતમાં લોન્ચ

madhuri rathod

કોરોનાનો કહેરઃ ગુજરાતની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં 30મી એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય

malay kotecha

Leave a Comment