जन मन INDIA
slider news મનોરંજન

બોલીવુડની ફિલ્મો પર કોરોનાનું ગ્રહણ, ‘સૂર્યવંશી’ પછી હવે આ મૂવી પણ થઇ શકે છે પોસ્ટપોન

મુંબઈ: સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ‘રાધે- યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ની તેના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કોરોનાના સમયમાં રિલીઝ થનારી સૌથી મોટી ફિલ્મ જોવા માટે પ્રેક્ષકોનો ઉત્સાહ અલગ જ લેવલ પર છે.

પરંતુ બુધવારે એવા સમાચાર મળ્યા હતા કે રાધેને પોસ્ટપોન કરવામાં આવી શકે છે. ફિલ્મને કદાચ વધતા કોરોનાના કેસના કારણે હમણાં રિલીઝ કરવામાં ન આવે. હવે સલમાન ખાને તેના પર પ્રતિક્રિયા આપી છે.

રાધે ફિલ્મની રિલીઝ પર સલમાન ખાનનું નિવેદન

સલમાન ખાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ ફિલ્મને આ વર્ષે ઈદ પર રિલીઝ કરવા ઈચ્છે છે. પરંતુ જો લોકડાઉન લાગેલું રહેશે અને કેસ પણ આ રીતે જ વધતા ગયા તો તેઓને પોતાની ફિલ્મ આવતા વર્ષે ઈદ પર રિલીઝ કરવી પડશે.

આ વિશે એક્ટરે કહ્યું, ‘ અમે તો રાધે રિલીઝ કરવાના હતા. હજુ પણ પૂરો પ્રયત્ન છે કે ઈદ પર રિલીઝ થઇ જાય. પરંતુ જો લોકડાઉન લાગેલું રહેશે, કેસ પણ વધતા ગયા, તો ફિલ્મને આવતી ઈદ માટે પોસ્ટપોન કરવી પડશે. હવે કેસ ઓછા થઇ જાય, લોકો પોતાનું ધ્યાન રાખે, માસ્ક પહેરે, તો આશા રાખું છું કે બધું જલ્દી ઠીક થઇ જશે.’

સલમાન ખાન તરફથી આવેલા આ નિવેદનથી તેમના કેટલાય ફેન્સનું દિલ તૂટી શકે છે. અત્યાર સુધી જે વાતનું ફક્ત અનુમાન કરવામાં આવી રહ્યું હતું હવે કહેવામાં આવી રહ્યું છે કે અક્ષયની સૂર્યવંશી પછી સલમાનની રાધે પણ પોસ્ટપોન થઇ જશે.

જે ફિલ્મને લઈને લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે હજુ વધારે જોવી પડી શકે છે. તેનું સૌથી મોટું કારણ મહારાષ્ટ્રમાં કોરોનાની આઉટ ઓફ કંટ્રોલ પરિસ્થિતિને ગણાવવામાં આવી રહ્યું છે.

મહારાષ્ટ્રમાં સિનેમા પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને કડક નિયમો લાગુ છે. એવામાં કોઈ પણ મોટી ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન ન કરી શકે.

Related posts

સૌથી ઝડપી ચાર્જ થશે આ સ્માર્ટફોન, એપ્રિલના અંતમાં થશે ભારતમાં લોન્ચ

madhuri rathod

કોરોનાનો કહેરઃ ગુજરાતની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં 30મી એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય

malay kotecha

કોરોનાની પીક સાથે ફરી સોનાના ભાવમાં તેજી, જાણો છેલ્લા 10 દિવસમાં કેટલા વધ્યા ભાવ

ravi chaudhari

Leave a Comment