કેરળના સુપ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં સદીઓથી ચાલી રહેલી પ્રથા આખરે કાલે તૂટી ગઈ. સબરીમાલામાં બુધવારે 40 વર્ષથી ઓછી ઉંમરની બે મહિલાઓએ દર્શન કર્યા, જ્યાર બાદથી જ રાજ્યમાં ઘર્ષણ થયુ છે.
બુધવારે જ સબરીમાલામાં મહિલાઓની એન્ટ્રી બાદ ઘણા પ્રદર્શન થયા હતા, તેમાં જ ઘાયલ થયેલા 55 વર્ષીય ચંદન અન્નીથનનું મૃત્યુ થયુ. ગુરુવારે સબરીમાલામાં પ્રદર્શન કરી રહેલા 5 લોકોને પોલીસની ધરપકડ કરી, જેમના પર મહિલા પોલીસકર્મીઓ પર હમલો કરવાનો આરોપ હતો. જ્યારે બે સીપીઆઈએમના કાર્યકર્તાઓને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
ચંદન ઉન્નીથન, સબરીમાલા કર્મ સમિતિના કાર્યકર્તા હતા, જે મહિલાઓના મંદિરમાં ઘુસવાનો વિરોધ કરી રહ્યા હતા. બુધવારે ત્યાં CPIM-BJPના કાર્યકર્તાઓ વચ્ચે થયેલી ઝડપમાં તે ઘાયલ થયા જ્યાર બાદ તેમને હોસ્પિટલ લઈ જાવમાં આવ્યા હતા. જો કે, મોડી રાત્રે તેમનું મૃત્યુ થયું.
આજે ઘણા હિંન્દુવાદી સંગઠનોએ રાજ્ય બંધનું આહ્વાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે ભગવાન અયપ્પાના આ મંદિરમાં 10થી 50 વર્ષની મહિલાઓની એન્ટ્રી પર રોક હતી. દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે આ પરમ્પરાને ખતમ કરી હતી, જેનો ભારતીય જનતા પાર્ટી અને અન્ય હિન્દુ સંગઠનોએ ઘણો વિરોધ કર્યો હતો. બુધવારે રાજ્ય સચિવાલયની બહાર લગભગ 5 કલાક સુધી ઘર્ષણ ચાલ્યુ, જેમાં માકપા-ભાજપાના કાર્યકર્તાઓ વચ્ચ પત્થરબાજી થઈ.
કેરળના મુખ્યમંત્રી પિનરઈ વિજયને પણ બિંદુ અને કનક દુર્ગા નામની મહિલાઓના મંદિરમાં પ્રવેશ અને દર્શન કરવાની ખાતરી કરી હતી. આ મહિલાઓએ સવાર-સવારમાં 3.30 વાગ્યે દર્શન કર્યા, પણ જેવી એ ખબર ફેલાઈ ત્યારે ઘર્ષણ થયું હતુ. મહિલાઓના દર્શન કર્યા બાદ મંદિરનું શુદ્ધિકરણ કરવામાં આવ્યા બાદમાં બીજીવાર મંદિરના કપાટ ખોલવામાં આવ્યા.