जन मन INDIA
slider news અમદાવાદ ગુજરાત મધ્ય

ગુજરાતમાં CMના દીકરાના લગ્ન હોવાથી લોકડાઉન નહીં થાય?, જાણો મુખ્યમંત્રીએ શું કરી સ્પષ્ટતા

અમદાવાદ: દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ ખુબ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાના નિયંત્રણ માટે ક્યાંક લોકડાઉન લાગુ કરવામાં આવે છે તો ક્યાંક નાઈટ કર્ફ્યુ લગાવવામાં આવી રહ્યો છે.

આવી પરિસ્થિતિ વચ્ચે હાલમાં ગુજરાતને લઈને એક મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સોશિયલ મીડિયા પર મજાક ઉડાવવામાં આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રીના દીકરાના લગ્ન થવાના છે જેના કારણે ગુજરાતમાં લોકડાઉન નહિ થાય.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા પોતાના દીકરા ઋષભના લગ્નના આ મેસેજને લઈને સીએમ રૂપાણીએ ટ્વિટ કરી સ્પષ્ટતા આપી છે.

સીએમ રૂપાણીએ કહ્યું કે તેમના દીકરાના મે મહિનામાં લગ્ન હોવાના સમાચાર પાયાવિહોણા છે. આ પ્રકારની કોઈ યોજના હતી નહિ અને યોજના બનાવવામાં પણ નથી આવી રહી. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આ ફેક ન્યુઝ છે.

સીએમ રૂપાણીએ કહ્યું કે ‘હાલમાં મારું અને મારી સરકારનું એક માત્ર આયોજન ગુજરાતમાં કોરોનાના સંક્રમણને રોકવાનું છે.’ ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઇકોર્ટે સરકારને વીકેન્ડ લોકડાઉન અથવા 3-4 દિવસનો કર્ફ્યુ લાગુ કરવા માટે કહ્યું હતું.

કોર્ટના નિર્દેશને લઈને ઉચ્ચસ્તરીય બેઠક પણ થઇ હતી. આ બેઠક પછીથી જ મુખ્યમંત્રીનો સોશિયલ મીડિયા પર મજાક ઉડાવવામાં આવી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરસ થયેલા મેસેજમાં લખવામાં આવ્યું છે કે મારા દીકરાના લગ્ન છે, નહિ લાગે લોકડાઉન. બીજી તરફ, લોકોમાં લોકડાઉન લાગુ થવાનો ડર પણ જોવા મળ્યો.

Related posts

સિંગર પલાશ સેન થયા કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી

madhuri rathod

iPhone બન્યો દુનિયાનો સૌથી વધુ વેચાતો સ્માર્ટફોન, જાણો Xiaomi અને Samsungનું સ્થાન

ravi chaudhari

JOBS OF THE WEEK: 1800થી વધુ જગ્યાઓ પર ભરતી, જલ્દીથી કરો અરજી

ravi chaudhari

Leave a Comment