ઉદ્યોગપતિ અને ટાટા સન્સના પૂર્વ ચેરમેન રતન ટાટાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત સાથે નાગપુરના સંઘ કાર્યાલયમાં મુલાકાત કરી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રતન ટાટા અને ભાગવત વચ્ચે લગભગ બે કલાક સુધી વાતચીત થઈ. આ બીજી વખત રતન ટાટા ભાગવતને મળ્યા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મુલાકાત બુધવારે 17 એપ્રિલે થઈ. સૂત્રોએ જણાવ્યું આ એક ઔૈપચારિક મુલાકાત હતી અને બંન્ને વચ્ચે સંઘ કાર્યાલયમાં લગભગ 2 કલાક સુધી બેઠક થઈ. રતન ટાટાએ આ પહેલા ડિસેમ્બર 2018માં પણ સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી.
ઓગસ્ટમાં આરએસએસ નેતા નાના પાલકરની 100મી વર્ષગાંઠના અવસરે મુંબઈમાં રતન ટાટા સંઘ પ્રમુખ મોહન ભાગવતની સાથે મંચ પર જોવા મળ્યા હતા. ત્યારે મોહન ભાગવતે ઉદ્યોગપતિ રતન ટાટાના ખુબ વખાણ કર્યા હતા.
મોહન ભાગવતે કહ્યું હતુ, કે દરેક લોકો ટાટાને સાંભળવા માંગે છે, પરંતુ જ્યારે મેં તેમને વિનંતી કરી તો તેઓએ કહ્યું કે, મને કહેવામાં ખચકાટ થાય છે. જે લોકો કામ કરે છે, હંમેશા તેમની સાથે આવું જ થાય છે, કેમ કે હંમેશા આવા લોકોનું કામ જ બોલે છે.