સ્ટાર ઓપનર રોહિત શર્મા (Rohit Sharma) મર્યાદિત ઓવરની ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા (Team India)ના કેપ્ટન તરીકે વાપસી કરવા માટે તૈયાર છે. તેમણે ફિટનેસ ટેસ્ટ (Fitness Test)પાસ કર્યો છે અને વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI અને T20 સીરીઝમાં પસંદગી માટે હાજર છે.
-રોહિતને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી
રોહિત શર્મા (Rohit Sharma) બુધવારે બેંગ્લોર (Bengaluru)માં નેશનલ ક્રિકેટ એકેડમી (National Cricket Academy)માં પસંદગી સમિતિને મળવા જઈ રહ્યા છે. હેમસ્ટ્રિંગ (Hamstring Injury)ની ઈજા બાદ તે NCAમાં પુનર્વસન પ્રક્રિયામાં (Rehabilitation Process)માંથી પસાર થઈ રહ્યા હતા.
-દક્ષિણ આફ્રિકી ટૂરમાંથી બહર થયા હતા રોહિત
ઈજાના કારણે રોહિત શર્મા (Rohit Sharma) દક્ષિણ આફ્રિકા પ્રવાસમાંથી બહાર થઈ ગયા હતા અને ત્યાં ટેસ્ટ અને વનડે શ્રેણી રમી શક્યા નહોતા. તેને વિરાટ કોહલીના સ્થાને વનડે અને T20 ફોર્મેટમાં કેપ્ટન બનાવવામાં આવ્યા હતા, પરંતુ પ્રોટીયાસ ટીમ સામે તેમની ગેરહાજરીને કારણે, 50-ઓવર્સના ફોર્મેટનું નેતૃત્વ કેએલ રાહુલ દ્વારા કરવામાં આવ્યું હતું.
-હાર્દિક પંડ્યાને મળશે તક?
ઉપરાંત, તે જોવાનું રસપ્રદ રહેશે કે નેશનલ સિલેક્ટર્સ ફાસ્ટ બૉલિંગ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) આગામી સીરીઝ માટે પસંદગી થાય છે કે નહીં કારણ કે યુવા ખેલાડી વેન્કટેશ અય્યર (Venkatesh Iyer)નું પ્રદર્શન દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કંઈ ખાસ નથી રહ્યું.
-ભારત-વેસ્ટઈન્ડિસ લિમિટેડ ઓવર્સ સીરીઝ
1 લી વનડે- 6 ફેબ્રુઆરી 2022 (અમદાવાદ)
2જી વનડે – 9 ફેબ્રુઆરી 2022 (અમદાવાદ)
ત્રીજી વનડે – 11 ફેબ્રુઆરી 2022 (અમદાવાદ)
પ્રથમ ટી20 – 16 ફેબ્રુઆરી 2022 (કોલકાતા)
બીજી ટી20 – 18 ફેબ્રુઆરી 2022 (કોલકાતા)
ત્રીજી ટી20 – 20 ફેબ્રુઆરી 2022 (કોલકાતા)