બિહારમાં મહાગઠબંધનની આગેવાની લેતા રાષ્ટ્રીય જનતા દળે સોમવારે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. રાજ્ય સભા સાંસદ મનોજ ઝા અને પ્રદેશ અધ્યક્ષ રામચંદ્ન પૂર્વેની હાજરીમાં તેજસ્વી યાદવે સમાજવાદી નેતા રામ મનોહર લોહિયાના વિચારોને યાદ કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રીય જનતા દળનો ઉદ્દેશ હંમેશા છેલ્લી પંક્તિમા ઉભા રહેલા ગરીબ લોકોની ઉન્નતિ માટેનો છે. તેમણે કોંગ્રેસની ન્યાય યોજનાના વાયદાને સમર્થન આપ્યુ છે. અને કહ્યુ કે ગરીબ, પછાત અને આદિવાસી લોકોનુ કલ્યાણ થશે. જ્યારે સત્તા પર આવશે તો આરજેડી તેમના બધા વચનો પૂરા કરશે.
તેજસ્વી યાદવે આરજેડીના ચૂંટણી ઢંઢેરામા સામેલ કરેલા મુદ્દા
આરજેડી વસ્તીના પ્રમાણમાં પછાત વસ્તીને અનામત આપશે.
મંડળ બાકીના કમિશન સૂચનો અમલમાં મૂકશે.
લોહિયાની સમાજવાદી વિચારધારાથી ગરીબોની કલ્યાણ કરશે .
દરેક થાળીમા રોટલી અને દરેક હાથમા કામ હશે.
લઘુમતી સમુદાયની એકંદર પ્રગતિ માટે પ્રતિબદ્ધતા.
200-પોઇન્ટ રોસ્ટર સિસ્ટમને બંધારણીય માન્યતા આપશે.
ખાનગી સંસ્થાઓની નોકરીમાં પણ અનામત.
શિક્ષણ, આરોગ્ય, રોજગારની ખાતરી કરાશે.
શક્ય એટલી જલ્દી રાજ્યમાં ખાલી પડેલ જગ્યાઓ ભરશે
તાડી ખરીદવા અને વેચવા પરનો પ્રતિબંધ હટાવશે. તેને કાયદેસર કરશે.
પોલીસ ભરતી આઠમા પાસની પાત્રતા સાથે શરૂ કરશે.
પ્રવાસી બિહારીઓને સુરક્ષા પૂરી પાડશે. મદદ માટે સમગ્ર દેશમાં કૉલ સેન્ટર ખોલશે.
કોંગ્રેસની ન્યાય યોજનાને ટેકો આપશે.