ધ્રાંગધ્રા પંથક સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહીતની સૂચના હેઠળ સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેવામાં ગત રાત્રિ દરમિયાન એ.એસ.પી શિવમ વર્મા, પીઆઇ ટી.બી.હિરાણી, ધીરુભા પરમાર તથા જગદીશભાઇ સહિતનો સ્ટાફ ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર પેટ્રોલિંગમાં હતો.
આ દરમિયાન એક શંકાસ્પદ શખ્સને અટકાવી તેની પાસે રહેલી રીક્ષાના દસ્તાવેજી કાગળોની માંગ કરાતા તેણે રીક્ષામાં કાગળો નહિ હોવાનું જણાવ્યું હતું. જે બાદ આ શખ્સની વધુ પૂછપરછ કરાતા પોતે અમદાવાદના વાસણા, શહેર કોટડા સહિતના વિસ્તારમાંથી કુલ 6 જેટલી રીક્ષાની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.
જે બાદ પોલીસે ચોરીની તમામ રીક્ષાનો કબ્જો મેળવી ઝડપાયેલ રીક્ષા ચોર આકાશ કાળુભાઇ થરેકીયા દંતાણી (રહે. સરદારનગર, અમદાવાદ) પાસેથી 6 રીક્ષા કિમત રુપિયા 3.90 લાખનો મુદ્દામાલ જપ્ત કરી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી અમદાવાદ ખાતે જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અનડીટેક્ટ ગુનાઓને ડીટેક્ટ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
● ક્યા-ક્યા વિસ્તારમાંથી રીક્ષા ચોરી કરી હતી?
(1) જીજે ૦૧ ટી.એફ ૪૬૭૪, એરપોર્ટ નજીક, અમદાવાદ.
(2) જીજે ૦૧ ટી.ડી ૯૭૯૦, વાસણા નજીક, અમદાવાદ.
(3) જીજે ૦૧ ટી.ડી ૪૪૬૨, એરપોર્ટ નજીક, અમદાવાદ.
(4) જીજે ૦૧ ટી.ઇ ૭૬૨૧, શહેર કોટડા, અમદાવાદ.
(5) જીજે ૦૧ ટી.એફ ૧૦૦૨, એરપોર્ટ નજીક, અમદાવાદ.
(6) જીજે ૦૧ ટી.ડી ૨૫૫૭, નરોડા નજીક, અમદાવાદ.