મોંઘવારીનો માર સહન કરતી જનતા પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. રાજ્યમાં રિક્ષાની સવારી પણ હવે મોંઘી બની છે. રિક્ષાભાડામાં બે રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.
રીક્ષા એસોસીએશનની માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જે બાદ રાજ્ય સરકારે મિનિમમ અને પ્રતિ કિલોમીટર ભાડામાં 2-2 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, રાજ્યમાં ઘણા સમયથી રીક્ષા ચાલક યુનિયન રીક્ષાના ભાડામાં વધારો કરવાની માંગ કરી રહ્યા હતા. જેથી આજે રીક્ષા ચાલક યુનિયન અને સરકાર વચ્ચે બેઠક કરવામાં આવી હતી. આ બેઠક બાદ રીક્ષાના મિનિમમ ભાડામાં અને રનિંગ ભાડામાં 2 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં CNG ગેસનાં ભાવમાં વધારો થયા બાદ વિવિધ રિક્ષા ચાલક યુનિયનોની ભાડું વધારવાની માંગને વાટા-ઘાટો બાદ સરકારે સ્વીકારી લીધી છેહવે 1.2 કિલોમીટર માટે મિનિમમ ભાડુ 20 રૂપિયા કરવામાં આવ્યું છે. જ્યારે પ્રતિ કિલોમીટરનું ભાડું પણ વધારીને 15 રૂપિયા કરવામાં આવ્યું છે. રીક્ષા ભાડામાં કરાયેલા આ ભાવ વધારો 10મી જૂનથી લાગુ થશે. આ નિર્ણય બાદ હવે મોંઘવારીનો માર સહન કરતા લોકોને રીક્ષામાં મુસાફરી પણ વધુ મોંઘી થઈ જશે.