ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. આ વખતે ભારત તેનો 73માં ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે. ભારત વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાનો એક છે. દેશની આઝાદી પછી, ભારતની બંધારણ સભાની રચના કરવામાં આવી.
બંધારણ વિશે એક રસપ્રદ માહિતી એ છે કે ભારતીય બંધારણની મૂળ નકલ ગેસ ચેમ્બરમાં રાખવામાં આવી છે. પરંતુ બંધારણને મ્યુઝિયમમાં રાખવાને બદલે ગેસ ચેમ્બરમાં કેમ રાખવામાં આવ્યું અને આ ગેસ ચેમ્બર ક્યાં છે?
ભારતીય બંધારણની વિશેષતા
ભારતનું બંધારણ એક બાબતમાં વિશ્વના દેશોથી અલગ છે, તે છે તેની નકલ. ભારતીય બંધારણ હાથથી બનાવેલા કાગળ પર લખાયેલું છે. દેશના બંધારણની મૂળ નકલના દરેક પાના પર ગોલ્ડ લીફ ફ્રેમ બનાવવામાં આવી છે. દરેક પ્રકરણના શરૂઆતના પેજ પર એક આર્ટવર્ક પણ બનાવવામાં આવ્યું છે.
કેવી રીતે થાય છે જાળવણી?
કાગળ પર હસ્તલિખિત બંધારણને સાચવવાનું કામ ખૂબ મુશ્કેલ છે. આ માટે બંધારણની વિશેષ જાળવણી રાખવામાં આવે છે. બંધારણની મૂળ નકલને ફલાલેન કાપડમાં લપેટીને નેપ્થાલિન બોલ્સ સાથે રાખવામાં આવી હતી.
ગેસ ચેમ્બરમાં રાખવામાં આવી છે મૂળ પ્રતિ
બંધારણની મૂળ નકલ નાઈટ્રોજન ગેસના ચેમ્બરમાં રાખવામાં આવી છે. આ ગેસ ચેમ્બર સંસદ ભવનની લાઈબ્રેરીમાં બનેલ છે. તે વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવ્યું છે.
ગેસ ચેમ્બરમાં કેમ રાખવામાં આવે છે બંધારણ?
પહેલા આ ફ્લાલેન કપડામાં રાખવામાં આવી પરંતુ જાણવા મળ્યું કે આ પ્રતિ સુરક્ષિત નથી. વિશ્વના અન્ય દેશોમાં બંધારણ કેવી રીતે સચવાય છે તેની વૈજ્ઞાનિકોએ તપાસ કરી. અને તારણ આપ્યું કે, યુએસ બંધારણ સૌથી સલામત વાતાવરણમાં છે.
આ પછી વૈજ્ઞાનિકોએ 1994માં સંસદ ભવનની લાઈબ્રેરીમાં એક ગેસ ચેમ્બર બનાવ્યું. તેને વધુ સુરક્ષિત બનાવવા માટે એવા ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનાથી કાગળ અને શાહી પર અસર થતી નથી. આ માટે ચેમ્બરમાં નાઈટ્રોજન ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ભારતીય બંધારણનું રક્ષણ
બંધારણ સલામત છે તપાસ કરવા માટે દર વર્ષે ચેમ્બરના નાઈટ્રોજન ગેસને ખાલી કરવામાં આવે છે અને સંપૂર્ણ રીતે પરીક્ષણ કરવામાં આવે છે. દર બે મહિને ચેમ્બરની પણ તપાસ કરવામાં આવે છે. આ ઉપરાંત CCTV કેમેરાથી સતત મોનીટરીંગ પણ કરવામાં આવે છે.