Aadhaar-Ration Link: જો તમે હજુ સુધી તમારું રેશનકાર્ડ આધાર સાથે લિંક નથી કર્યું તો જલ્દી કરી નાખજો. હકીકતમાં કેન્દ્ર સરકારે લાભાર્થીઓને વધુ એક મોટી તક આપી છે. પહેલા રેશન કાર્ડને આધાર કાર્ડની સાથે જોડવાની છેલ્લી તારીખ 31 માર્ચ હતી, પરંતુ હવે તેને વધારીને 30 જૂન કરવામાં આવી છે. વિભાગ (Dept of Food and Public Distribution) તેના માટે નેટિફિકેશન જારી કરી ચૂક્યું છે. ચાલો જાણીએ તમે ઘરે બેઠા રેશનકાર્ડને આધાર સાથે લિંક કેવી રીતે કરી શકો છો.
આધાર કાર્ડ સાથે રેશન કાર્ડ લિંક કરવું ફરજિયાત
અહીં નોંધનીય છે કે, રાશનકાર્ડના લાભાર્થીઓને સરકાર તરફથી ઓછા ભાવે રાશન મળે છે. કેન્દ્ર સરકારની ‘એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ’ યોજના હેઠળ દેશના લાખો લોકોને લાભ મળી રહ્યો છે. રેશન કાર્ડના બીજા ઘણા ફાયદા છે. તમે આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે લિંક કરીને ‘વન નેશન વન રેશન કાર્ડ’ યોજના હેઠળ દેશના કોઈપણ રાજ્યની રાશન કાર્ડની દુકાનમાંથી રાશન મેળવી શકો છો.
કેવી રીતે ઓનલાઈન લિંક કરવું આધાર કાર્ડ?
– આ માટે સૌથી પહેલા તમે આધારની ઓફિશિયલ વેબસાઈટ uidai.gov.in પર જાઓ.
– હવે તમે ‘સ્ટાર્ટ નાઉ’ પર ક્લિક કરો.
– હવે તમે જિલ્લા રાજ્ય સાથે તમારું સરનામું ભરો.
– હવે ‘રેશન કાર્ડ બેનિફિટ’ ના વિકલ્પ પર ક્લિક કરો.
– હવે આધાર કાર્ડ નંબર, રેશન કાર્ડ નંબર, ઈ-મેલ એડ્રેસ અને મોબાઈલ નંબર વગેરે ભરો.
– હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે.
– અહીં OTP ભર્યા પછી, તમને તમારી સ્ક્રીન પર પ્રક્રિયા પૂર્ણ થયાનો મેસેજ મળશે.
આવી રીતે કરો ઓફલાઈન લિંક
જો તમે ઇચ્છો તો તમે આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે ઓફલાઇન પણ લિંક કરી શકો છો. આ માટે તમારે આધાર કાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ અને રેશનકાર્ડ ધારકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જેવા જરૂરી દસ્તાવેજો લઈને રેશનકાર્ડ કેન્દ્રમાં જમાં કરાવવાના રહેશે. જો તમે ઇચ્છો તો તમે રેશન કાર્ડ સેન્ટર પર તમારા આધાર કાર્ડનું બાયોમેટ્રિક ડેટા વેરિફિકેશન પણ કરાવી શકો છો.