એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીની શ્રીવલ્લી એટલે કે રશ્મિકા મંદાના (Rashmika Mandanna)ને ફેન્સ નેશનલ ક્રશ કહે છે. તેણે પોતાની ક્યૂટનેસ અને સ્ટાઈલથી ફેન્સનું દિલ જીતી લીધું છે. તેનું ડ્રેસિંગ સેન્સ હંમેશા ચર્ચામાં રહે છે, પણ કરણ જૌહર (Karan Johar)ની બર્થડે પાર્ટીમાં રશ્મિકા મંદાના એવો ડ્રેસ પહેરીને પહોંચી ગઈ, જેના કારણે લોકો તેને ખુબ ટ્રોલ કરી રહ્યા છે.
કરણની પાર્ટીમાં રશ્મિકાએ લગાવ્યો હૉટનેસનો તડકો
બુધવારે કરણ જૌહર (Karan Johar)એ પોતાના બર્થડેના ખાસ અવસરે આલીશાન પાર્ટી આપી, જેમાં ઘણા સ્ટાર્સે હાજરી આપી. આ પાર્ટીમાં રશ્મિકા મંદાના (Rashmika Mandanna) પણ બોલ્ડ લુકમાં પહોંચી.
તેણે બ્લેક કલરની બૉડીકૉન મેક્સી ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખુબ જ હૉટ લાગી રહી હતી. રશ્મિકાના ડ્રેસનો ઘણો ભાગ ટ્રાન્સપરન્ટ હતો અને થાઈ હાઈ સ્લિટના કારણે તેને ઘણી પરેશાની થઈ. જેવી રશ્મિકા મંદાનાનો વીડિયો વાયરલ થયો, તો લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા.
ડ્રેસના કારણે ચાલવામાં થઈ પરેશાની
સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાનીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં રશ્મિકા મંદાના (Rashmika Mandanna) જોવા મળી રહી છે. બ્લેક ડ્રેસમાં તે ખુબ જ કમાલની લાગી રહી છે, પણ વીડિયોમાં જોઈ શકાય છે કે ડ્રેસના કારણે તેને ચાલવામાં તકલીફ થઈ રહી છે.