રાખી સાવંતના ફેન્સ માટે એક ખરાબ સમાચાર છે. રાખી સાવંતે પોતાના લગ્ન જીવન વિશે એક મોટી માહિતી આપી છે. જ્યારે રાખી સાવંતના લગ્ન થયા હતા ત્યારે તેણે લોકોને તેના પતિ રિતેશ સાથે પરિચય કરાવ્યો ન હતો. પરંતુ બિગ બોસ 15માં રાખી સાવંતની સાથે તેનો પતિ રિતેશ પણ આવ્યો હતો. આ દરમિયાન રાખીએ રિતેશને દુનિયા સાથે પરિચય કરાવ્યો. હવે રાખી સાવંત રિતેશથી અલગ થવા જઈ રહી છે. આ વાતની જાણકારી ખુદ રાખી સાવંતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા આપી છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, તેણે અને રિતેશે બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે.
રાખી સાવંતે શેર કરી પોસ્ટ
અભિનેત્રી રાખી સાવંતે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે લાંબી નોટ શેર કરીને લોકોને તેના અને રિતેશના અલગ થવાની જાણ કરી છે. આ પોસ્ટમાં અભિનેત્રીએ જણાવ્યું છે કે, બંનેએ તેમની વચ્ચેની પરેશાનીઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે બંને આમ કરવામાં સફળ ન થઈ શક્યા અને આ કારણોસર બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે.
રાખીએ પોસ્ટ શેર કરીને કહ્યું કે, ‘ડિયર ફેન્સ, તમને લોકોને જણાવવા માગુ છું કે હું અને રિતેશ એકબીજાથી અલગ થઈ ગયા છીએ. બિગ બોસ પછી ઘણું બધું થયું અને ઘણી વસ્તુઓ એવી હતી જે મારા કંટ્રોલ બહાર હતી. અમે બંનેએ ઘણો પ્રયાસ કર્યો, પરંતુ આખરે મેં નક્કી કર્યું કે હવે અમારે બંનેએ પોતાની લાઈફ અલગ અલગ વિતાવવી જોઈએ.’
રાખી સાવંતે આગળ લખ્યું, ‘હું ખૂબ જ દુઃખી છું કે આ બધું વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા થયું. પરંતુ નિર્ણય તો લેવાનો જ હતો. આશા રાખું છું કે રિતેશની સાથે બધુ સારું થાય. મારે આ સમયે મારા કામ પર ધ્યાન આપવાનું છે, મારી જાતને હેલ્ધી અને ખુશ રાખવાની છે. મને સમજવા અને સપોર્ટ કરવા માટે આપ સૌનો આભાર. રાખી સાવંત.’
રાખી સાવંતની આ પોસ્ટ પર યુઝર્સ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘યે તો હોના હી થા.’ બીજા યુઝરે લખ્યું, ‘આખરે ડ્રામા ખતમ થઈ ગયો.’ અન્ય યુઝરે લખ્યું, ‘અમે આ બધું પહેલેથી જ જાણતા હતા. અગાઉથી નક્કી જ હતું.