રાજકોટ જિલ્લામાં લમ્પી વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અને જિલ્લાનાં 11 તાલુકાનાં 66 જેટલા ગામોમાં મળીને 748 પશુઓમાં સંક્રમણ ફેલાયું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં આ પૈકી 7 પશુઓનાં મોત નિપજતા માલધારી સમાજમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જો કે રસીકરણ પુરજોશમાં ચાલતું હોવાનો અને જરૂર જણાય તેવા 30 હજારથી વધુ પશુઓને રસી અપાઈ ચુકી હોવાનું પશુપાલન અધિકારીએ જણાવ્યું છે.
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વાડોદર ગામે લમ્પી વાયરસના વિના મૂલ્યે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લમ્પી વાયરસને લઈને વિના મૂલ્યે રસીકરણ કરી પશુઓને રસી આપવામાં આવી હતી. હાલ સમગ્ર ગુજરાતમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે અને અસંખ્ય પશુઓના જીવો ગયા છે.
Advertisement
Advertisement