ગુજરાતના વિવિધ શહેરોમાં રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. શહેરોમાં ક્યારેક આખલાના યુદ્ધથી વાહનોનો કચ્ચરઘાણ નીકળતે હોય છે તો ક્યારેક આખલાની અડફેટે આવતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ ઈજાગ્રસ્ત થાય છે.
ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. ત્યારે હાલમાં ધોરાજીના હિરપરા વાડી અને રાજ લક્ષ્મી પાર્ક વિસ્તારમાં બે આખલાઓ વચ્ચેના યુદ્ધનો વીડિયો સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ધોરાજીના હિરપરા વાડી અને રાજ લક્ષ્મી પાર્ક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આખલાઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં આ વિસ્તારમાં બે આખલાઓ બાખડી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારને જાણે આ આખલાઓએ માથે લીધો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
જોકે અનેક રજૂઆતો છતા પાલિકાનું તંત્ર નઠોર તંત્ર કાર્યવાહી કરવામાં ઉણું ઉતર્યું છે. અને નાગરિકોએ આજે પણ આ મુશ્કેલીનો મુંગા મોઢે સામનો કરી રહ્યા છે. ત્યારે ફરી એકવાર ધોરાજીના નાગરિકોમાં રખડતા ઢોરના ત્રાસની ફરિયાદો વધી છે અને રખડતા ઢોર સાથે તેઓના માલિકો સામે કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.