રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના જમનાવડ ગામમાં પશુઓમાં ફેલાતો લમ્પી વાયરસ રોકવા માટે સરકાર દ્વારા વેક્સિન ડોઝ આપવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યમાં અને દેશમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો હોય અને અસંખ્ય પશુઓ આ વાયરસના પગલે મૃત્યું પામે છે. ત્યારે ગુજરાત સરકાર પણ સફાળુ જાગ્યું અને વેક્સિન ડોઝ આપવાનું દરેક ગામોમાં શરૂ કરી દેવાયુ છે
જમનાવડ ગામમાં 200 થી 250 પશુઓને લમ્પી વાયરસની અસર ન થાય તેના માટે સરકાર દ્વારા લમ્પી વાયરસના ડોઝ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. લમ્પી વાયરસ પશુઓમાં ખાસ કરીને ગાયમાં વધારે ફેલાય છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં આ વાયરસે હાહાકાર મચાવ્યો છે. જેના પગલે હવે સરકાર તમામ ગામોમાં હવે પશુઓને રસિ આપી રહી છે. જેના પગલે લમ્પી વાયરસથી કોઈ પશુનું મૃત્યું ન થાય.
રિપોર્ટઃ અલ્પેશ ત્રિવેદી, ધોરાજી
Advertisement
Advertisement