ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં ચૂંટણીઓ આવી રહી છે. જેને લઈ તમામ પક્ષોએ હાલથી તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે આ ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ધોરાજી-ઉપલેટા વિધાનસભા વિસ્તારના નિરીક્ષક તરીકે ડૉ. કાનબારે મુલાકાત લઈ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને આગામી ચૂંટણીમાં ભાજપ જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
આ દરમિયાન તેમણે વિપુલ ઠેસિયાના ઘરે શુભેચ્છા મુલાકાત લીધી હતી. ત્યારે વિપુલ ઠેસિયાએ મહેનામ બનેલા ડૉ. કાનબાર અને મનીષ ચાંગેલાનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ દરમિયાન ધોરાજી ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
Advertisement
Advertisement