રાજકોટ જિલ્લાના ધોરાજીના જેતપુર રોડ, જુનાગઢ રોડ, જમનાવડ રોડ તથા ધોરાજીના અન્ય રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. અનેક વખત રજુઆત કરાઈ પણ કોઈ નિરાકરણ ન આવતા વેપારીઓ ગાંધી ગીરી પર ઉતરી આવ્યા છે. ધોરાજીમાં અનેક રોડ તેમજ મેઈન બજાર શાકમાર્કેટ રોડના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. જેના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વખત રજુઆત કરાઈ પણ કોઈ નિરાકરણ આવેલ નથી. જેના પગલે સ્થાનિક લોકો, વેપારીઓ વિદ્યાર્થીઓ તથા વૃધ્ધોને ઘણી તકલીફ વેઠવાનો વારો આવેલ છે.
છેલ્લા બે વર્ષમાં ઘણી વખત જેતપુર રોડના વેપારીઓએ આંદોલન કરી રોડ રસ્તા રિપેર કરવાની માંગ કરી છે. પરંતુ આજ દિન સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. હાલ થોડા દિવસો બાદ જન્માષ્ટમીનો ધાર્મિક તહેવાર આવવાનો હોય અને શાકમાર્કેટથી જેતપુર રોડ તથા વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નિકળવાની હોય પણ જેતપુર રોડ પરના મેઈન રસ્તાઓ બિસ્માર હોય અને વાહનવ્યવહારમાં ભારે તકલીફ થઈ રહી છે. ત્યારે આજરોજ જેતપુર રોડ પરના વેપારીઓએ ન છુટકે ગાંધી ગીરી કરવાની ફરજ પડી અને જેતપુર રોડ પરના બિસ્માર હાલતમાં નિકળતા વાહન ચાલકોને, રાહદારીઓને, વિદ્યાર્થીઓને ગુલાબનુ ફુલ આપીને જેતપુર રોડ પરના વેપારીઓએ લોકોનું સન્માન કરી ગાંધીગીરી રીતે વિરોધ કર્યો હતો.
જેતપુર રોડ પરના વેપારીઓએ રોડ રસ્તાઓ બિસ્માર હાલત હોય તે માટે ગાંધી ગીરી કરવામા આવી હતી અને આગામી દિવસો જો તાત્કાલિક રોડ રસ્તાઓનું સમાર કામ નહીં થાય તો જલદ આંદોલન કરવામાં આવશે અને ચક્કાજામ કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.