રાજકોટ: રાજકોટ શહેરમાં 150 ફૂટ રિંગરોડ પર આજ રોજ એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં GSPCની દુકાનની બાજુમાં ફાયરનો બાટલો ફાટતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યું થયું હોવાની માહિતી સામે આવી છે, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. મળતી માહિતી મુજબ, રાજકોટમાં દિન-પ્રતિદિન આગના કેસો વધતાં જોવા મળે છે. ક્યારેક આગ કે બાટલો ફાટવોએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી હોય છે.
ત્યારે એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલા GSPCની દુકાનની બાજુમાં ફાયરનો બાટલો ફાટતા અફરાતફરી મચી જવા પામી હતી. આ બનાવમાં ફાયર સેફટીની દુકાનમાં ફાયરનો બોટલ અચાનક ફાટતાં જેમાં એક વ્યક્તિનું કરૂણ મૃત્યું થયુ છે અને અન્ય એક મહિલા ઘાયલ થઈ છે.
ઘાયલ મહિલાને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ બનાવના પગલે સ્થાનિક પોલીસનો કાફલો તેમજ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આગ હોનારતમાં સુરક્ષા માટે વપરાતી બોટલ ફાટતાં સુરક્ષા સામે અનેક સવાલો પણ થઇ રહ્યા છે.