રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અખીલ ભારતીય સફાઈ મજદુર સંઘ દ્વારા પોતાની માંગણીઓને લઈ નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું. લઘુત્તમ વેતન અધિનિયમ 1948 હેઠળ જાહેર થયેલ સચિત દૈનિક વેતનનો અમલ કરવા સહિતની વિવિધ માંગોને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમા દૈનિક કામ કરતા રોજમદારોને લઘુત્તમ વેતન દરોમાં સુધારો કરીને દર રૂપિયા 452 લેખે માસિક રૂપિયા 13,500 પગાર ચુકવવાની જાહેર કરવામા આવી હતી.\
સરકાર દ્વારા જાહેર કરેલ કે દૈનિક વેતનનું નોટિફિકેશન મુજબ દૈનિક વેતન મુજબ અમલીકરણ કરવાની માંગ અખીલ ભારતીય સફાઈ મજદુર સંઘ દ્વારા કરવામાં આવી છે. તેમજ આ તેમની માંગને જલદીથી જલદી પૂર્ણ કરવા પણ જણાવ્યું હતું. સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવવા છતા તેમના વેતનમાં વધારો ન કરવામાં આવતા મજદૂરોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેના પગલે તેમની તમામ માંગોને લઈને શનિવારે આવેદનપત્ર પાઠવ્યું હતું.
રિપોર્ટઃ અલ્પેશ ત્રિવેદી, ધોરાજી