અરબી સમુદ્રમાં ચોમાસું સક્રિય થયું છે. જેના પગલે ગુજરાતમાં પણ હવે મોટાભાગના વિસ્તારોમાં મેઘો મહેરબાન થતો જોવા મળી રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 28 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જેમાં જોકે, રાજ્યભરમાં પ્રથમ વરસાદ જ આકાશી આફત લઈને આવ્યો હતો.
મહિસાગર જિલ્લાના લુવાણાડા ખાતે વીજળી પડતા બે પશુઓના મૃત્યુ થયુ હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈ પશુપાલક પર મોટી આફત આવી પડી હતી. આ ઘટના લુણાવાડાના ખુંધીમાં બની હતી. બનાવના પગલે અન્ય પશુપાલકોમાં પણ આકાશી આફતને લઈ ભય જોવા મળી રહ્યો છે.
બીજીબાજુ મહિસાગરમાં વીજળી પડવાના કારણે એક મહિલાનું પણ મોત નિપજ્યું હતું. આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે અમદાવાદ, ખેડા અને આણંદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.