રાફેલ ડીલ પર સતત વિપક્ષના આરોપોનો સામનો કરી રહેલી મોદી સરકારને આજે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે 36 રાફેલ લડાકુ વિમાનનોની ખરીદીને લઈ ફ્રાન્સની સાથે થયેલા સોદાની તપાસ કોર્ટની નજર હેઠળ કરવાની માંગવાળી અરજીને નકારી કાઢી છે.
આ મામલે સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે પ્રક્રિયામાં વિશેષ કમી રહી નથી અને કેન્દ્રના 36 વિમાનો ખરીદવાના નિર્ણય પર સવાલ ઉઠાવવા યોગ્ય નથી. કોર્ટનું કહેવું છે કે વિમાનની ક્ષમતામાં કોઈ કમી નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'અમે સંપૂર્ણ રીતે સંતુષ્ટ છીએ કે રાફેલ સોદાની પ્રક્રિયામાં કોઈ કમી રહી નથી. દેશને વ્હૂહાત્મક રીતે સક્ષમ રહેવું આવશ્યક છે. કોર્ટે માટે અરજીકર્તા અધિકારીના રૂપમાં બેસવું અને તમામ પાસાઓની તપાસ કરવી સંભવ નથી. અમને એવી કોઈ સાબિતી મળી નથી જેનાથી સાબિત થઈ શકે કે આ સોદામાં કોઈનું વ્યાપારિક હિત સાધવામાં આવ્યુ હોય.'
મામલાની સુનાવમી મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યની પીઠે કરી. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ કહ્યું, 'ઓફસેટ પાર્ટનર અને વ્યક્તિઓની ધારણાને પસંદ કરવામાં હસ્તક્ષેપ કરવાનું કોઈ કારણ નથી.
આ રક્ષા ખરીદના સંવેદનશીલ મુદ્દામાં પૂછપરછનું કારણ ન હોઈ શકે. અમે 126 એરક્રાફ્ટ ખરીદવા માટે સરકારને મજબૂર ન કરી શકીએ અને અદાલતના માટે આ મામલે દરેક પાસાની તપાસ કરવા માટે ઉચિત નથી. મૂલ્ય નિર્ધારણ વિવરણની તુલના કરવી અદાલતનું કામ નથી.'
રાફેલ ડીલને લઈ વિપક્ષી દળોએ મોદી સરકાર વિરુદ્ધ છેલ્લા કેટલાક મહિનાથી મોરચો ખોલી રાખ્યો છે. આ બાબતને ધ્યાનમાં લઈ સુપ્રીમનો આ નિર્ણય ઘણો મહત્વનો છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કેએમ જોસફની પીઠ શુક્રવારે રાફેલ ડીલ પર પોતાનો નિર્ણય સંભળાવ્યો. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે આ સોદા એક કંપનીને ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવ્યો છે અને ડીલમાં નક્કી પ્રક્રિયાનું ઉલંઘન કરવામાં આવ્યુ છે.