પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકા ખાતે હજી સુધી રેગ્યુલર ચીફ ઓફિસરની નિમણૂંક કરાઈ નથી તેમજ અન્ય સ્ટાફ પણ નથી. તેવી સ્થિતિમાં નગરપાલિકાએ પોતાના વિવિધ કામે આવતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ત્યારે આ અંગે તાલુકાના ધારાસભ્ય રઘુ દેસાઈએ નોંધ લીધી હતી. ધારાસભ્યએ આ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. ધારાસભ્ય રઘુ દેસાઈએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં માંગ કરી છે કે, રાધનપુર નગરપાલિકા કોંગ્રેસ શાસિત હોવાના કારણે ઘણા સમયથી રાધનપુર નગરપાલિકા ખાતે રેગ્યુલર ચીફ ઓફિસર નથી તેમજ અન્ય સ્ટાફની પણ અછત છે.
ત્યારે ઝડપથી આ અંગે નિર્ણય લઈ નગરપાલિકાએ આવતા અરજદારોને હાલાકી ન ભોગવવી પડે તે માટે નગરપાલિકા ખાતે રેગ્યુલર ચીફ ઓફિસર તેમજ અન્ય સ્ટાફની નિમણૂંક કરવામાં આવે.
Advertisement
Advertisement