મહેસાણામાં માલ ગોડાઉન રોડ ઉપર સરદાર પટેલ સંકુલમાં આવેલ કુરિયર સર્વિસની ઓફિસમાંથી IELTSના પેપરની લૂંટની ઘટના સામે આવી હતી. આ કેસમાં પોલીસે પંજાબથી એક શકમંદને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. થોડા ક જ દિવસોમાં આ કેસ પરથી પદડો ઉઠી જશે તેવી શક્યતા સેવાઈ રહી છે.
શું હતુ સમગ્ર ઘટના
મહેસાણાના માલ ગોડાઉન સરદાર પટેલ વેપાર સંકુલમાં આવેલ એક કુરિયર સર્વિસની ઓફિસમાં મોડી રાત્રે કારમાં આવેલા શક્સોએ કર્મચારીઓ સાથે મારામારી અને તોડફોડ કરી IELTSના પેપરોની ચોરી કરી હતી.
કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે કુરિયરની ઓફિસમાં કર્મચારીઓ સાથે મારામારી અને તોડફોડ કરીને IELTSના પેપરોની ચોરી કરવામાં આવશે. જેણે મહેસાણા પોલીસની ઉંઘ હરામ કરી નાખી હતી. જોકે હવે પોલીસે પંજાબથી એક શખ્સને ઝડપી પાડ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મહેસાણા પોલીસે પંજાબના ભટીંડા અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ કરી લૂંટના ગુનામાં સંડોવાયેલા મનાતા એક શકમંદને ઝડપ્યો હતો. જેને પૂછપરછ માટે મહેસાણા લાવવામાં આવ્યો છે. ક્યારે ઝડપથી આ લૂંટનો ભેદ ઉકેલાય તેવી શક્યતા વ્યક્ત કરાવામાં આવી છે.