નર્મદા: નર્મદા જિલ્લામાં ભાજપના એકધારા મોટા કાર્યક્રમોની ભરમાર સામે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષો સક્રિય બન્યા છે. જે અંતર્ગત નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા સાગબારામાં જાહેર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં નર્મદા કોંગ્રેસે આદિવાસીઓને જાતિ દાખલા માટે પડતી મુશ્કેલીનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ મુદ્દે આક્ષેપો પ્રતિઆક્ષેપો થતાં કોંગ્રેસ-ભાજપે સામસામે વળતા પ્રહારો કરતા રાજકારણ ગરમાયું હતું.
સાગબારાની રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં બોગસ આદીવાસીઓએ બની રહ્યા છે, તે વિસ્તારના અઘિકારીઓને દબાણ કરવાની જગ્યાએ સાચા આદિવાસી વિસ્તારમાં આધિકારિઓને દબાણ કરવામાં આવે છે. લોકો ધક્કા ખાઈને કંટાળી જાય છે પણ જાતિના દાખલા વિશે જવાબ મળતો નથી. જો યુવાનોની પ્રશ્નોના હલ વહેલી તકે નહિ આવેતો આવનારા સમયમાં અમે રસ્તા રોકો અને ચક્કાજામ જેવા અનેક આંદોલન કરવાની ચીમકી પણ આપી છે.