બનાસકાંઠા LCBની ટીમે ડીસા તાલુકાના વાસડા નદીના પટ નજીકથી બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લા LCBની ટીમ ડીસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, રાણપુર નજીક આવેલા વાસડા તરફથી એક કાર દારૂ ભરીને આવી રહી છે અને બીજી કાર પાયલોટિંગ કરે છે. જે આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ઉપરોક્ત બાતમીવાળી ગાડી આવતા તેને ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો.
આ દરમિયાન કાર ચાલકને ભગાવી હતી અને દૂર કારને રોડ પર મુકી ગાડીનો ચાલક અંધારોનો લાભ લઇ ફરાર થઈ ગયો હતો. પંચોની હાજરીમાં કારમાં તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની બોટલ, બિયરની બોટલ અને કાર મળી કુલ 8,17,740નો મુદ્દામાલ કબજે કરી પાયલોટિંગ કરનાર કાર તેમજ દારૂ ભરેલ કારના બન્ને ફરાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટઃ અનિલ રાણા, ડીસા