जन मन INDIA
slider news વિશ્વ

ઝટકોઃ એસ્ટ્રાજેનેકા વેક્સિન લગાવનારાઓમાં બ્લડ ક્લૉટ્સની સમસ્યા, બ્રિટને તાત્કાલિક બાળકો પર અટકાવ્યું ટ્રાયલ

 

વિશ્વભરમાં ફરી એકવાર બેકાબૂ બનેલા કોરોના સંક્રમણની વચ્ચે બાળકોને રસી આપવાની તૈયારી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ સૌપ્રથમ વખત બાળકો ઉપર કોરોના વેક્સિનનું ટ્રાયલ શરૂ કર્યું હતું, કોવિડ-19 વેક્સિન લગાવનારાઓમાં બ્લડ ક્લોટ્સની સમસ્યા સામે આવ્યા બાદ વેક્સિન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

એસ્ટ્રાજેનેકાની કોવિડ-19 વેક્સિન લગાવનારાઓમાં બ્લડ ક્લોટ્સની સમસ્યા સામે આવી છે. યુરોપિયન મેડિસીન એજન્સીએ જણાવ્યું છે કે, વેક્સિન અને બ્લડ ક્લૉટ્સની વચ્ચે એક સંબંધ છે. યુરોપિયન મેડિસીન્સ એજન્સીના એક ઉચ્ચ અધિકારીએ દાવો કર્યો છે કે, મારી દ્રષ્ટિએ હવે અમે કહી શકીએ કે વેક્સિનની સાથે સંબંધ છે, પરંતુ અમને હજી સુધી જાણવા મળ્યુ નથી કે આ રિએક્શનનું કારણ શું છે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ મંગળવારે કહ્યું છે કે, ‘બાળકો માટે એસ્ટ્રાજેનેકા દ્વારા વિકસિત કોરોના વાયરસની વેક્સિનના ટ્રાયલ રોકી દેવામાં આવ્યા છે. મનાઈ રહ્યું છે કે, આ ટ્રાયલ તે સમાચારો બાદ રોકવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે આ રસીકરણના કારણે વયસ્કોમાં લોહીનો જથ્થો જામી રહ્યો છે.’

યૂનિવર્સિટીએ એક નિવેદનમાં કહ્યું કે, ‘બ્લડ ક્લોટ્સની સમસ્યા થવાની આશંકાને ધ્યાનમાં રાખતા અધ્યયન શરુ કરતા પહેલા  બ્રિટનમાં મેડિસિન અને હેલ્થકેર ઉત્પાદોના નિયામક (MHRA) પાસેથી વધારે ડેટાની રાહ જોવાઈ રહી છે. જ્યા સુધી કારણ સામે નહીં આવે, ત્યાં સુધી બાળકોને એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિન આપવામાં આવશે નહીં.’

આપને જણાવી દઇએ કે, બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ બાળકો પર કોરોના વાયરસ વેક્સિનનું ટ્રાયલ શરૂ કર્યું હતું. આ સમય દરમિયાન, બાળકોને ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિનનો ડોઝ આપવામાં આવી રહ્યો હતો. 6થી 17 વર્ષની ઉંમરના 300 બાળકો પર ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ લોહીના ગંઠાઇ જવાના એટલે કે બ્લડ ક્લૉટ્સના રિપોર્ટ સામે આવ્યા બાદ આ ટ્રાયલ અટકાવી દેવામાં આવ્યું છે.

Related posts

કોરોનાનો કહેરઃ ગુજરાતની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં 30મી એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય

malay kotecha

કોરોનાની પીક સાથે ફરી સોનાના ભાવમાં તેજી, જાણો છેલ્લા 10 દિવસમાં કેટલા વધ્યા ભાવ

ravi chaudhari

ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને વ્યાજબી ભાવે અપાશે રેમડેસિવિર ઈન્જેક્શન, હાઈપાવર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય

ravi chaudhari

Leave a Comment