દિલ્હીની એમ્સમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો. તેમણે એક માર્ચે વેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો. આ સાથે જ પીએમ મોદીએ પાત્ર લોકોને વેક્સીનનો ડોઝ લેવાની અપીલ કરતા કહ્યું કે રસીકરણ આપણી પાસે વાયરસને હરાવવા માટે કેટલીક રીતોમાંથી એક છે.
જણાવી દઈએ કે એમ્સમાં પીએમ નરેન્દ્ર મોદીને કોરોના વેક્સીન આપનારા બે નર્સો પુડ્ડુચેરીથી પી.નિવેદા અને પંજાબના નિશા શર્મા છે. નર્સ નિવેદાએ કહ્યું કે મને બીજીવાર પ્રધાનમંત્રીને મળવાની તક મળી.
Got my second dose of the COVID-19 vaccine at AIIMS today.
Vaccination is among the few ways we have, to defeat the virus.
If you are eligible for the vaccine, get your shot soon. Register on https://t.co/hXdLpmaYSP. pic.twitter.com/XZzv6ULdan
— Narendra Modi (@narendramodi) April 8, 2021
પીએમ મોદીએ એક માર્ચે લીધી હતો પહેલો ડોઝ
જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સીનનો પહેલો ડોઝ એક માર્ચે લીધો હતો. એમ્સમાં પુડ્ડુચેરીના નર્સ પી નિવેદાએ પીએમ મોદીને ભારત બાયોટેકની ‘કોવેક્સીન’નો પહેલો ડોઝ આપ્યો હતો.
More than 9 crore COVID19 vaccine doses administered, till now: Ministry of Health pic.twitter.com/sR7PtMhbBu
— ANI (@ANI) April 8, 2021
પહેલો ડોઝ લીધા બાદ પીએમ મોદીએ ટ્વીટ કરી જાણકારી આપી હતી, ‘મેં એમ્સમાં કોરોનાનો પહેલો ડોઝ લીધો છે. આ ખરેખર પ્રશંસનીય છે કે ડૉક્ટરો અને વૈજ્ઞાનિકોએ કોરોના વિરુદ્ધ વૈશ્વિક લડાઈને મજબૂત કરવા માટે ઓછા સમયમાં સારૂ કામ કર્યું છે. લોકોને અપીલ છે કે જે તેના પાત્ર છે તેઓ વેક્સીન જરૂર લગાવે અને ભારતને કોરોના મુક્ત બનાવે.’