પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે ભારતે સમય મર્યાદાથી પાંચ મહિના પહેલા પેટ્રોલમાં 10 ટકા ઈથેનૉલ મિશ્રણનું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું છે અને તેનાથી દેશમાં લગભગ 27 લાખ ટન કાર્બન ઉત્સર્જન ઓછું થયું તેમજ ભારતને 41000 કરોડ રૂપિયાથી વધારેની વિદેશી મુદ્રાની બચત અને છેલ્લા આઠ વર્ષોમાં ખેડૂતોને 40000 કરોડ રૂપિયાથી પણ વધારેની આવક થઈ છે.
પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે આ ભારત માટે ખુબ જ મોટી સફળતા છે, જ્યાં નાણાકીય વર્ષ 2013-14માં પેટ્રોલ બ્લેંડેડ ઈથેનૉલ મુશ્કેલીથી 1.5 ટકા હતું, તે નાણાકીય વર્ષ 2019-20માં વધીને 5 ટકા થઈ ગયું છે.
નક્કી સમય કરતા પાંચ મહિના પહેલા લક્ષ્ય પર પહોંચ્યુ ભારત
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વિજ્ઞાન ભવનમાં ‘માટી બચાઓ આંદોલન’ પર આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતા મોદીએ આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે જળવાયુ પરિવર્તનમાં ભારતની ભૂમિકા ના બરોબર હોવા છતા પર્યાવરણની રક્ષા માટે ભારતના પ્રયાસ બહુઆયામી રહ્યા છે.
તેમણે એ પણ કહ્યું કે વિશ્વના મોટા આધુનિક દેશ ન ફક્ત ધરતીના વધારેમાં વધારે સંસાધનોનું દોહન કરી રહ્યા છે પણ સૌથી વધારે કાર્બન ઉત્સર્જન પણ તેમના જ ખાતામાં છે. મોદીએ કહ્યું, ‘તમને એ જાણીને પણ ગર્વની અનુભૂતિ થશે કે ભારત આ લક્ષ્ય પર નક્કી સમયથી પાંચ મહિના પહેલા પહોંચી ગયું છે.’
Our commitment to reach 40% of installed electric capacity from non-fossil -fuel based sources has been achieved, 9 years ahead of schedule: PM @narendramodi
Advertisement— PMO India (@PMOIndia) June 5, 2022
41,000 કરોડ રૂપિયાથી વધારેની વિદેશી મુદ્રા બચત
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ઉપલબ્ધિ કેટલી મોટી છે, તેનો અંદાજો તેના પરથી લગાવી શકાય છે કે વર્ષ 2014માં ભારતમાં ફક્ત દોઢ ટકા ઈથેનૉલની પેટ્રોલમાં બ્લેડિંગ થતી હતી. તેમણે કહ્યું કે આ લક્ષ્યને હાસલ કરવાના કારણે 27 લાખ ટન કાર્બન ઉત્સર્જન ઓછું થયું અને ભારતને 41000 કરોડ રૂપિયાથી વધારેની વિદેશી મુદ્રા બચત થઈ છે તેમજ છેલ્લા આઠ વર્ષોમાં ખેડૂતોને ઈથેનૉલ મિશ્રણથી 40000 કરોડ રૂપિયાથી પણ વધારેની આવક થઈ છે.