जन मन INDIA
slider news ધર્મ

દાંપત્ય જીવનમાં આવતી પરેશાની દૂર કરે છે પ્રદોષ વ્રત, જાણો મહત્વ અને પૂજાનું શુભ મુહૂર્ત

પ્રદોષ વ્રત દર મહિને બે વાર રાખવામાં આવે છે. આ વ્રત મહાદેવને સમર્પિત છે. એકાદશીની જેમ આ વ્રતને પણ ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રતને રાખવાથી અને વિધિ-વિધાનથી મહાદેવી પૂજા કરવાથી તેઓ ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને વ્યક્તિની બધી મુશ્કેલીઓ અને અવરોધોને દૂર કરે છે. એવું પણ કહેવાય છે કે આ દિવસે મહાદેવની પૂજા કરવાથી દાંપત્ય જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.

પ્રદોષ વ્રત દર મહિનાની ત્રયોદશી તિથિએ રાખવામાં આવે છે. પ્રદોષ વ્રત સપ્તાહના દિવસ પ્રમાણે અલગ અલગ નામ અને મહત્વ ધરાવે છે. આ વખતે પ્રદોષ વ્રત 9 એપ્રિલ 2021ના રાખવામાં આવશે. શુક્રવારે પ્રદોષ વ્રત હોવાને કારણે તેને શુક્ર પ્રદોષ કહેવામાં આવશે. ચાલો જાણીએ તેના મહત્વ અને શુભ મુહૂર્ત વિશે…

પ્રદોષ વ્રતનું મહત્વ

પ્રદોષ વ્રત રાખવાથી અને શિવ પરિવારની પૂજા કરવાથી જીવનમાં આવતા સંકટ દૂર થાય છે અને દરેક પ્રકારની મનોકામના પણ પૂરી થાય છે.

દાંપત્ય જીવનમાં આવતી પરેશાની થાય છે દૂર

પ્રદોષ વ્રત પર કરવામાં આવતી પૂજાથી દાંપત્ય જીવન સાથે સંકળાયેલા સમસ્યા દૂર થાય છે. દાંપત્ય જીવનમાં તણાવ, કલેશ જેવી સમસ્યા આ વ્રતથી દૂર થતી હોવાનું કહેવાય છે.

મંગળ ગ્રહની અશુભતા કરે છે દૂર

ભૌમ પ્રદોષ વ્રત મંગળ ગ્રહની અશુભતાને દૂર કરવામાં સહાયક છે., જે લોકોની કુંડળીમાં મંગળ ગ્રહ અશુભ હોય કે તેના કારણે કોઈ પરેશાની હોય તો આ દિવસે શિવજીની પૂજા કરવાથી અશુભતાનો પ્રભાવ ઘટાડી શકાય છે.

પ્રદોષ વ્રતનું શુભ મુહૂર્ત

તિથિ પ્રારંભઃ 9 એપ્રિલ, 2021 સવારે 3.15 મિનિટથી
તિથિ સમાપ્તઃ 10 એપ્રિલ, 2021 સવારે 4.27 મિનિટ સુધી

Related posts

સિંગર પલાશ સેન થયા કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી

madhuri rathod

iPhone બન્યો દુનિયાનો સૌથી વધુ વેચાતો સ્માર્ટફોન, જાણો Xiaomi અને Samsungનું સ્થાન

ravi chaudhari

JOBS OF THE WEEK: 1800થી વધુ જગ્યાઓ પર ભરતી, જલ્દીથી કરો અરજી

ravi chaudhari

Leave a Comment