जन मन INDIA
slider news ભારત

PPE કીટ પહેરીને મતદાન કરવા પહોંચ્યા કોરોના પોઝિટિવ ધારાસભ્ય

દેશના 8 રાજ્યોની 19 બેઠકો પર આજે રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. મધ્યપ્રદેશમાં આજે ત્રણ બેઠકો માટે થઈ રહેલા મતદાન દરમિયાન આજે બપોરે વિશેષ નજારો જોવા મળ્યો હતો. કોંગ્રેસ પાર્ટીના કોરોના પોઝિટિવ ધારાસભ્યો PPE કીટ પહેરીને મત આપવા માટે પહોંચ્યા હતા.

આજ સવારથી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન કરી રહ્યા છે. પરંતુ બપોરે એક વાગ્યાની આસપાસ કોંગ્રેસના ધારાસભ્ય કૃણાલ ચૌધરી મત આપવા માટે પીપીઈ કિટ પહેરીને વિધાનસભા ભવનમાં પહોંચ્યા હતા. થોડા દિવસ પહેલા આ ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જણાવી દઈએ કે કોઈપણ વ્યક્તિ કોરોના સંક્રમિત છે અથવા કોરોનાના લક્ષણો ધરાવે છે, તેઓને સુરક્ષિત રહેવું પડશે અને પોતાને આઈસોલેટ રાખવા પડશે. પરંતુ મતદાનને કારણે ધારાસભ્ય તમામ સાવચેતી રાખીને અહીં પહોંચ્યા હતા.

જ્યારે ધારાસભ્ય પોતાનો મત આપ્યા બાદ પરત ફર્યા ત્યારે સમગ્ર વિસ્તારને સેનિટાઈઝ કરવામાં આવ્યો હતી. મતદાનના વિસ્તારો અને સમગ્ર મુખ્ય દ્વારની સફાઇ કરવામાં આવી હતી, જેથી બીજા કોઈને ચેપ ન લાગે.

Related posts

કોરોનાનો કહેરઃ ગુજરાતની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં 30મી એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય

malay kotecha

કોરોનાની પીક સાથે ફરી સોનાના ભાવમાં તેજી, જાણો છેલ્લા 10 દિવસમાં કેટલા વધ્યા ભાવ

ravi chaudhari

ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને વ્યાજબી ભાવે અપાશે રેમડેસિવિર ઈન્જેક્શન, હાઈપાવર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય

ravi chaudhari

Leave a Comment