આજના વ્યસ્ત જીવનમાં કોઈની પાસે સમય નથી. લોકો પાસે અગાઉ કરતા હવે કાર અને બાઈક વધું છે. ઘણીવાર કાર હવે પંચર રિપેર કિટ સાથે આવે છે. જોકે તમે અજાણ્યા રસ્તા પર વાહન ચલાવી રહ્યા છો અને તમારા ટાયરમાં હવા ઓછી હોય તો તે એક સમસ્યા બની જાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે પોર્ટ્રોનિક્સે પોર્ટેબલ ટાયર ઈન્ફ્લેટર Portronics Vayu વિકસાવ્યું છે. આ એક પોર્ટેબલ એર પંપ છે. આના દ્વારા તમે ગમે ત્યાં, ગમે તે સમયે કોઈપણ વાહન અથવા સાયકલમાં હવા ભરી શકો છે.
Portronics Vayu વિવિધ સાઈઝ, શેપ અને ફંકશ્ન નોઝલ સાથે આવે છે અને તે પ્રેસ્ટા વાલ્વ એડેપ્ટર ઈનેબલ્ડ મોડલ છે. તેમાં 4000 mAhની પાવરફુલ બેટરી છે. જેનું આઉટપુટ 50W છે. તેની મદદથી તમે મિનિટોમાં કોઈપણ વાહનના ટાયરમાં હવા ભરી શકો છો.
Portronics Vayuની ખાસિયત
Portronics Vayu 4 સ્માર્ટ મોડમાં આવે છે. કાર મોડ, મોટરસાયકલ મોડ, સાયકલ મોડ અને બોલ મોડ. આ ઉપકરણમાં ડિજિટલ LED ડિસ્પ્લે પણ છે જેમાં તેના ઉપયોગ વિશે માહિતી ઉપલબ્ધ છે. આ ઉપકરણ Type-C USB ચાર્જિંગ કેબલ સાથે આવે છે.
એક વખત ચાર્જ કર્યા બાદ 150 PSI સુધી હવા ભરી શકાય છે. જોકે તે તમારી પાસે રહેલા વાહનના પ્રકાર પર આધારિત છે. આ સિવાય તમે તેમાં PSI એકમ બાર, kPA, kp/cm2ને પોતાના ઉપકરણ પ્રમાણે બદલી શકો છો.
આ ડિવાઈસથી તમે માત્ર 9 મિનિટમાં તમારા કારના ટાયરમાં સંપૂર્ણપણે હવા ભરી શકો છો. તે આપોઆપ હવાના દબાણને શોધી કાઢે છે અને હવા ભર્યા પછી બંધ થઈ જાય છે. જોકે વપરાશકર્તાઓ તેને તેમની અનુકૂળતા મુજબ મેન્યુઅલી પણ સેટ કરી શકે છે.