બોટાદ લઠ્ઠાકાંડ બાદ સમગ્ર પોલીસ તંત્ર જાણે હરકતમાં આવી ગયું હોય એવું લાગી રહ્યું છે. બાકી દારૂના ગેરકાયદેસર વેચાણનું દુષણ માત્ર કઈ લઠ્ઠાકાંડ થયો એ સમય પૂરતું મર્યાદિત નથી જ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં જે રોજ મદાર સામાન્ય વર્ગના દારૂના બંધારણીયો છે એમને મોંઘી કિંમતનો વિદેશી દારૂ માટેનો ખર્ચ પરવડે એમ નથી અને એમની બંધારણીય તલપ સંતોષવા ગ્રામ્ય વિસ્તારોમાં મોટે ભાગે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમ ધમતી હોય છે અને એ દેશી દારૂના બનાવવા માટે મિશ્રણ કરવામાં આવતા અખાદ્ય ગોળ, નવસાર જેવા ઉપયોગી પદાર્થો મોંઘા થતા દેશી દારૂની કમાણીમાં આવક નહિવત થતા હવે દેશી દારૂના નશા માટે વિવિધ પ્રકારના કેમિકલ મિશ્રિત દેશી દારૂની પોટલીએ નશાના બંધારણીયો માટે જાણે સંજીવની સાબિત થઈ રહી છે.
ત્યારે એ સંજીવનીના વેચાણ માટે મોતના સોદાગરો ઝેરી કેમિકલ મિશ્રણ યુક્ત દારૂ નશાકારોને પધરાવી મોતને હવાલે કરવાનો જાણે પરવાનો વેચી રહ્યા છે અને પરિણામે સર્જાય છે લઠ્ઠાકાંડ. દારૂના દુષણથી કઈ કેટલાયે પરિવારોના સભ્યોએ તેમનો મોભી, એકનો એક પુત્ર સહિતની વ્યક્તિ ગુમાવી ચુક્યા છે. મતલબ ઝેરી દારૂના દૈત્યના ખપ્પરમાં ગ્રામ્ય વિસ્તારના નશાકારીઓ પણ હોમાઇ ચુક્યા જ છે, પરંતુ એકલ દોકલ જ્યારે બોટાદ લઠ્ઠાકાંડના ખપ્પરમાં સામુહિક રીતે નશાકારીઓ હોમાઈ ગયા એ વાસ્તવિક હકીકત છે.
લઠ્ઠાકાંડ બાદ ગેરકાયદેસર દારૂ વેચી રહેલા બુટલેગરોને પોલીસ હવે જાણે વીણી વીણીને પકડી પાડવાની કવાયત હાથ ધરી રહી છે. ત્યારે કામરેજ પોલીસે પણ પરબ ગામની મહિલાને વિદેશી દારૂના જથ્થા સહિત પકડી પડવામાં સફળતા હાંસલ કરી છે! પ્રાપ્ત માહિતી આધારે કામરેજ પોલીસે પરબ ગામે ઘસી જઈ વિદેશી દારૂના જથ્થા સહિત એક મહિલાને ઝડપી પાડી હતી.
જેમાં પરબ ગામના વડ ફળિયા ખાતે રહેતા મંગાભાઈ ઉર્ફે લાલુ રાઠોડના ઘરે રેઇડ કરી હતી. કામરેજ પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની બોટલ અને દેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરી દીપિકાબેન મંગભાઈ રાઠોડ (રહે.વડ ફળિયું પરબ ગામ તા.કામરેજ જિ. સુરત)ની અટક કરી હતી. જ્યારે મંગાભાઈ ઉર્ફે લાલભાઈ રાઠોડ તેમજ ઇશ્વરભાઇ સોમાભાઈ રાઠોડ બંને (રહે.વડ ફળિયું પરબ ગામ તા.કામરેજ જિ.સુરત)ને વોન્ટેડ જાહેર કરી કામરેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટઃ દિનેશ પટેલ, કામરેજ