ધ્રાંગધ્રા સીટી પોલીસનો સ્ટાફ ગત મોડી સાંજે પેટ્રોલિંગમા હતો, તેવા સમયેશહેરના હરીપર રોડ પાસે મટન માર્કેટ નજીક કેટલાક શખ્સો જુગાર રમતા હોવાથી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી.
આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. છતાં સ્થાનિક પોલીસે જુગાર રમતા કુલ 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા.
Advertisement
જેમાં પોલીસે સદ્દામ હુશેનભાઇ સામતાણી, જગદીશ દેવજીભાઇ સિંઘલ, મહેશ ભીખાભાઇ પરમાર, મોહશીન મહેબુબભાઇ ભટ્ટી સહિતનાઓને રોકડ 4390 રુપિયા હાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Advertisement