ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી ઉત્કર્ષ પહેલ અંતર્ગત ગંગા સ્વરૂપા બહેનોને રાજ્ય સરકારની નાણાંકીય સહાય માટે કાર્યરત યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ નાણાંકીય સહાય યોજના અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનાના સો ટકા લાભાર્થીઓને લાભોનું આજ રોજ પીએમ મોદી (Pm Modi) ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીના હસ્તે 13 હજાર લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રની ઉત્કર્ષ પહેલ અંતર્ગત ચાર યોજનામાં 100 ટકા લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. આ સમારોહને સંબોધન કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ‘ગુજરાતની ધરતીએ મને તૈયાર કર્યો છે, હું જે પણ શિખ્યો છું, તમારી પાસેથી શિખ્યો છું.’
'Utkarsh Samaroh' marks 100% saturation of key state government initiatives in Bharuch, Gujarat. https://t.co/6gsYxkLuVG
Advertisement— Narendra Modi (@narendramodi) May 12, 2022
વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ઘણીવાર એવું થાય છે કે માહિતીના અભાવે ઘણા લોકો યોજનાઓના લાભથી વંચિત રહી જાય છે. ક્યારેક યોજનાઓ કાગળ પર જ રહી જાય છે. પરંતું જ્યારે મક્કમ ઇરાદો હોય અને નિયત સાફ હોય સૌનૌ સાથ સૌનો વિકાસની ભાવના હોય ત્યારે જોઇએ તેવા પરિણામો મળે છે. જેથી તેમણે આ 100 ટકાનો લાભાર્થીઓનો લક્ષ્યાંક હાંસલ કરવા બદલ ફરી એકવાર આભાર માન્યો હતો.
આ સાથે તેમણે જણાવ્યુ કે, દેશમાં અમારી સરકારના 8 વર્ષ પૂર્ણ થયા. ચાર યોજનાઓથી અનેક વિધવા બહેનોને લાભ મળ્યા છે. મહત્વનું છે કે, નોંધનીય છે કે, ઉત્કર્ષ પહેલ અંતર્ગત ચાર યોજનામાં સો ટકા લાભાર્થીઓને આવરી લેવાયા છે. જેમા ગંગા સ્વરૂપા બહેનોને રાજ્ય સરકારની નાણાંકીય સહાય માટે કાર્યરત યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ નાણાંકીય સહાય યોજના અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનાના સો ટકા લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામં આવશે. આ સિવાય ઇ-સંકલન અને વિઝીટર્સ મેનેજમેન્ટ સિસ્ટમનું લોન્ચિંગ કરવામાં આવ્યુ છે.