આજે ગુજરાત ગૌરવ અભિયાનનો રાજ્યના આદિવાસી વિસ્તારોના પાંચ જિલ્લાઓથી પ્રારંભ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીના ખુડવેલ ખાતે એક જંગી આદિવાસી રેલીને સંબોધન કર્યું હતું.
વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું કે, અમે કદી રાજકીય આટાપાટામાં સમય બરબાદ કરનારા લોકો નથી. અમારા માટે સત્તા એ સેવાનું માધ્યમ છે અને નાગરિકોનું ભલુ કરવા માટે ચૂંટણી લડીએ છીએ અને લોકો જ અમને ચૂંટણી જીતાડે છે. પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ સીઆર પાટીલની પ્રશંસા કરી હતી.
તેમણે જણાવ્યું કે, મેં મુખ્યમંત્રી રહેતા આટલો મોટો કાર્યક્રમ નથી જોયો. તેમણે કહ્યું કે, પાટીલ અને પટેલની જોડીએ લોકોમાં વિશ્વાસ જગાવ્યો છે તથા ડબલ એન્જિનની સરકાર વિકાસને આગળ વધારી રહી છે.
Advertisement
Advertisement