દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ મોદી વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા-પે-ચર્ચા’ સંવાદ કરશે. પરંતુ આ વખતનો આ સંવાદ કંઈક અલગ જ હશે. કોરોના મહામારીના કારણે આ વખતે આ આયોજન વર્ચ્યુઅલી રાખવામાં આવ્યું છે.
7 એપ્રિલના રોજ સાંજે 7 વાગ્યે પીએમ મોદી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓના પરિવાર સાથે આગામી બોર્ડની પરીક્ષાને લઈ ચર્ચા કરશે. સાથે જ પરીક્ષાના ડરથી કઈ રીતે તણાવમુક્ત થવું તે અંગે ટીપ્સ પણ આપશે.
પીએમ મોદીએ આ અંગે એક વીડિયો સંદેશ પણ શેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, નિશ્ચિતરૂપે આ પરીક્ષા અંગેની ચર્ચા છે, પરંતુ માત્ર પરીક્ષા અંગે નથી. એટલે કે આ ચર્ચામાં પરીક્ષા સિવાય વિદ્યાર્થીઓના જીવન સાથે જોડાયેલ વિષયો પર પણ ચર્ચા કરવામાં આવશે.
પીએમ મોદીએ વીડિયોમાં જણાવ્યું કે, ખરેખર પરીક્ષા એ જીવન નિર્માણ કરવાની તક છે. પરંતુ સમસ્યા ત્યારે થાય છે જ્યારે આપણે પરીક્ષાને જીવનના સપનાનો અંત માનીએ છીએ.
સાથે આ વીડિયોમાં પીએમ વિદ્યાર્થીઓએ ફ્રી ટાઈમનો સદઉપયોગ કેવી રીતે કરવો તે પણ શીખવતા જોવા મળ્યા
A new format, several interesting questions on a wide range of subjects and a memorable discussion with our brave #ExamWarriors, parents and teachers.
Watch ‘Pariksha Pe Charcha’ at 7 PM on 7th April…#PPC2021 pic.twitter.com/5CzngCQWwD
— Narendra Modi (@narendramodi) April 5, 2021
2 મિનિટના આ વીડિયો સંદેશમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓને મિત્ર કહીને સંબોધન કરતા કહ્યું, આ વખતે કોરોના સંક્રમણને જોતા આ કાર્યક્રમ વર્ચ્યુઅલી રાખવામાં આવ્યો છે.
પીએમ મોદીના આ લોકપ્રિય કાર્યક્રમના ચોથા તબક્કા માટે દેશ-વિદેશના 14 લાખ લોકોએ નોંધણી કરાવી છે. જેમાં 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ છે.
નોંધનીય છે કે, પીએમ મોદીએ વર્ષ 2018માં વિદ્યાર્થીઓ સાથે આ પરીક્ષા-પે-ચર્ચા શરૂ કરી હતી. આ સમય દરમિયાન તેમણે વિદ્યાર્થીઓની મદદ માટે એકઝામ વોરિયર્સ નામનું એક પુસ્તક પણ લોન્ચ કર્યું હતું.