વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસની શરૂઆત દક્ષિણ ગુજરાતથી કરી છે. પીએમ મોદીએ નવસારીમાં ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપી હતી.
આ દરમિયાન વડાપ્રધાન 3050 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કર્યું હતું. જેમાં 7 પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને 12 પ્રોજેક્ટોનો શિલાન્યાસ કર્યું. આ વિકાસકામોમાં રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી એસ્ટોલ પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે, જેમાં મધુબન બંધ મારફતે દરરોજ 7.5 કરોડ લીટર પાણીને લગભગ 200 માળ એટલે કે 1837 ફીટની ઉંચાઈ સુધી ઉપર પહોંચાડીને પાણીનું વિતરણ કરવામાં આવશે.
Live: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં નવસારી જિલ્લાના ખૂડવેલ ખાતે આયોજિત ‘ગુજરાત ગૌરવ અભિયાન’. #GujaratGauravAbhiyan https://t.co/yc5kT0Kl1S
Advertisement— Bhupendra Patel (@Bhupendrapbjp) June 10, 2022
આ પહેલા પીએમ મોદી આજે સવારે સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. જેના બાદ તેઓ નવસારી પહોંચ્યા હતા.