વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વર્લ્ડ ઈકોનોમિક ફોરમના દાવોસ એજન્ડા સમિટમાં ભાગ લીધો હતો. આ સમિટમાં પીએમ મોદી દ્વારા કરવામાં આવેલા સંબોધનની એક ક્લિપને શેર કરી કોંગ્રેસે તેમના પર તંજ કસ્યો છે. આની સાથે-સાથે રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે
કોરોના કાળમાં પીએમ મોદી દાવોસ એજન્ડા સમિટમાં વર્ચ્ચુઅલી સામેલ થયા હતા. જે ક્લિપ શેર કરવામાં આવી છે, જેમાં તેઓ પોતાના સંબોધન દરમિયાન બોલતા-બોલતા અટકી જાય છે. આના પર કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું છે. આરોપ છે કે, ટેલિપ્રોમ્પ્ટર (Teleprompter) રોકાઈ જવાના કારણે પીએમ આગળ ન બોલી શક્યા.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને સાધ્યું નિશાન
રાહુલ ગાંધીએ લખ્યું કે, ‘આટલુ જુઠ્ઠાણું તો Teleprompter પણ ન સહન કરી શક્યું.’ તો કોંગ્રેસે લખ્યું છે કે, ‘હવે ટેલિપ્રોમ્પ્ટર વાળા વ્યક્તિ બોલી રહ્યા હશે, અચ્છા ચલતા હું, દુવાઓમાં યાદ રખના.’
इतना झूठ Teleprompter भी नहीं झेल पाया।
— Rahul Gandhi (@RahulGandhi) January 18, 2022
Advertisement
Teleprompter guy: Achha chalta hun, duaon mein yaad rakhna#TeleprompterPM pic.twitter.com/1Zy11MF984
— Congress (@INCIndia) January 17, 2022
Advertisement
બીજી તરફ ભાજપના નેતાઓ દ્વારા કાઉન્ટર અટેક પણ કરવામાં આવ્યો છે. દિલ્હી ભાજપના પ્રવક્તા તેજિંદર પાલ સિંહ બગ્ગાએ લખ્યુ કે, ટેક્નિકલ ખામી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ તરફથી આવી હતી. જેના કારણે પીએમનું સંબોધન અધ વચ્ચે અટકાઈ ગયું હતું.
તો કેટલાક એવા વીડિયો પણ સામે આવ્યા છે જેનાથી ખબર પડે છે કે ખામી ટેલિપ્રોમ્પ્ટરમાં નહોતી આવી હતી, પરંતુ મેનેજિંગ ટીમે પીએમને રોકાઈને એ પૂછવા કહ્યું હતું કે તમામને તેમનો અવાજ આવી રહ્યો છે કે નહીં.
PM મોદીએ વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં શું કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની દાવોસ એજન્ડા સમિટમાં રોકાણકારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન દેશમાં કરવામાં આવેલા 10 મોટા ફેરફારો જણાવ્યા હતા અને કહ્યું હતું કે હવે મુશ્કેલ સમય પૂરો થઈ ગયો છે.