जन मन INDIA
slider news વાત વિપક્ષની

બાંગ્લાદેશમાં PMએ આપેલા આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું, ‘સંઘર્ષમાં ગુજરાત’ પુસ્તકના બેક કવર મામલે વિવાદ વકર્યો

દેશના ઇતિહાસને ઇતિહાસ રહેવા દ્યો અને તમારો ઇતિહાસ પુસ્તકમાં રહેવા દ્યો- મનહર પટેલ

” લ્યો આ માટલું ફોડયું અને વીણો ઠીકરા “

પ્રધાનમંત્રી મોદીએ બાંગ્લાદેશમાં પોતાના સંબોધન દરમિયાન આપેલા નિવેદનમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે, તેઓએ બાંગ્લાદેશ સત્યાગ્રહ ચળવળમાં ભાગ લીધો હતો અને આ કારણે તેમને જેલમાં જવાનો પણ વારો આવ્યા હતો. ત્યારે હવે આ મામલે રાજકારણ ગરમાયું છે.

હકીકતમાં, ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા દ્વારા ટ્વીટર પર નરેન્દ્ર મોદી દ્વારા લખવામાં આવેલા ‘સંઘર્ષમાં ગુજરાત’ નામના એક પુસ્તકનો જૂના એડિશનનો ફોટો શેર કરવામાં આવ્યો હતો જેમાં તેના બેક કવર પર લખવામાં આવેલું છે કે, ‘અગાઉ બંગલા દેશ સત્યાગ્રહ સમયે તિહાડ જેલમાં જઈ આવેલા છે.’ ત્યાર બાદ કોંગ્રેસ નેતા દ્વારા તેના નવા એડિશનનો ફોટો શેર કરવામાં આવ્યો જેમાંથી તે વાતનો ઉલ્લેખ કાઢી નાખવામાં આવ્યો છે.

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે આ મામલે ટ્વીટ કરી પ્રધાનમંત્રીના આ નિવેદન મામલે ટોણો મારતા બે ફોટા શેર કર્યા છે. જેમાં એક ફોટો જૂના એડિશનનો છે અને તેની બાજુમાં નવા એડિશનનો, જેને જોયા બાદ રાજકીય વર્તુળોમાં પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશમાં પોતાના ભાષણ દરમિયાન કરેલો સત્યાગ્રહ ચળવળમાં જેલમાં જવાનો ઉલ્લેખ ચર્ચાનો વિષય બન્યો છે.

આ મામલે મનહર પટેલે જણાવ્યું હતું કે, મોદીજી પાયા વગરની, અધઁસત્ય કે સત્યથી વેગળી વાતો કરવાની ટેવ ધરાવે છે, જે તેમની ફરજ નિષ્ફળતાને ઢાંકવાના ભાગે જાણી જોઇને આગવા આયોજન સાથે કરતા હોય છે, આ ટેવ તેમની જુની છે. તેને દેશ બરાબર ઓળખી ગયો છે.

પરંતુ દેશના વડાપ્રધાન પદ પર આરુઢ કોઇપણ વ્યકિત વારંવાર આવી હરકતો કરે ત્યારે મારા દેશના પ્રધાનપદની ગરીમા તુટે છે. અને દુનિયાની નજર સામે મારો દેશ અને વડાપ્રધાન હાંસીને પાત્ર બને છે, તે એક ભારતીય તરીકે દરેકને ખુચે….

તેમને બાંગ્લાદેશની ભુમિ પર પોતાને “બાંગ્લાદેશના સત્યાગ્રહ ચળવળમાં તિહાડ જેલમાં જઇ આવ્યા છે” એ વાત કરી અને સમસ્ત ભકતગણ સોશિયલ મિડીયામાં કામે લાગી ગયા અને એક પુસ્તકનો ફોટો મુકીને એક લીટી તેમાથી બહાર કાઢી પોતાની પીઠ થબથપાવવા લાગ્યા….

અહિયા તેમના એ પુસ્તકની બે આવૃતિ મુકી છે, એકમા આ બાંગ્લાદેશના સત્યાગ્રહ ચળવળમાં તિહાડ જેલમા જઇ આવ્યા છે ” તેનો ઉલ્લેખ કરેલ છે, પરંતુ તે પછીની આવૃતિ વાળા બીજા પુસ્તકમાં આ લીટી ગુમ છે, એટલે કે તેમાં તેમની જેલ સેવાનો ઉલ્લેખ નથી… એટલે કે તે તિહાડ જેલમાં ગયા નથી..

કહેવાનો અથઁ ભાજપાના શિર નેતૃત્વનું આવા માટલા ફોડવાનું કાયમી ધોરણે ચાલુ છે અને તેના ઠીકરા વિણવામા સંવેદન ભકતગણ તૈયાર હોય છે, પરંતુ મિત્રો આ કિસ્સામા તેમના બન્ને પુસ્તકોમાં વિરોધાભાસી સંદભઁ મળે છે અને જાણ્યા સમજ્યા વગરના ભકતગણ હાંસીને પાત્ર બને છે તે પણ ખુચે.

દેશને સત્ય આપો, દેશ ૨૦૧૪મા આઝાદ થયો તેવો માહોલ બનાવવાનુ બંધ થાય તે દેશ હીતમા છે…

Related posts

સૌથી ઝડપી ચાર્જ થશે આ સ્માર્ટફોન, એપ્રિલના અંતમાં થશે ભારતમાં લોન્ચ

madhuri rathod

કોરોનાનો કહેરઃ ગુજરાતની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં 30મી એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય

malay kotecha

કોરોનાની પીક સાથે ફરી સોનાના ભાવમાં તેજી, જાણો છેલ્લા 10 દિવસમાં કેટલા વધ્યા ભાવ

ravi chaudhari

Leave a Comment