નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠક સાંજે 4:30 કલાકે યોજાશે. સામાન્ય રીતે આવી બેઠક બુધવારે યોજાતી હોય છે, પરંતુ આજે એટલે કે શનિવારે આ બેઠક કયા હેતુથી બોલાવવામાં આવી છે, તે જોવું રસપ્રદ રહેશે.
Union Cabinet to meet at 4:30 pm today
Advertisement— ANI (@ANI) March 26, 2022
કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. મળતી માહિતી મુજબ આ બેઠકમાં મોંઘવારી, યુક્રેન અને કોરોનાના વધતા મામલા પર ચર્ચા થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1660 નવા કેસ નોંધાયા છે. જેના કારણે સંક્રમિતોની સંખ્યા વધીને 4,30,18,032 થઈ ગઈ છે. તેથી આજની બેઠકમાં કોરોના અંગે પણ ચર્ચા થઈ શકે છે.
મોંઘવારી અંગે થઈ શકે છે ચર્ચા
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પછી મોંઘવારી અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાના મુદ્દા પર પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. શુક્રવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં કહ્યું હતું કે વૈશ્વિક સ્થિતિની ભારત પર પણ અસર પડી રહી છે. અત્યારે યુદ્ધની સ્થિતિ છે અને તેની અસર તમામ દેશો પર પડી રહી છે અને ભારત તેનાથી અછૂત રહી શકે તેમ નથી. યુદ્ધના કારણે સપ્લાય ચેઈન પણ ખોરવાઈ ગઈ છે.