કોરોનાના ઝડપથી વધતા કેસો પર કાબૂ મેળવવાના ઉપાયોને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે પોતાના સંપૂર્ણ મંત્રિમંડળની એક બેઠક બોલાવી છે. બેઠકમાં ન ફક્ત કેબિનેટ સ્તરના મંત્રી પણ સ્વતંત્ર પ્રભાર અને રાજ્યમંત્રી પણ ભાગ લેશે. વર્ચુઅલ રીતે બોલાવવામાં આવેલી આ બેઠકમાં કોરોના મહામારી પર ઝડપથી કાબૂ મેળવવા માટે ઉઠાવવામાં આવનારા પગલાઓ પર ચર્ચા થશે.
બેઠકમાં પ્રધાનમંત્રી વિભિન્ન રાજ્યોમાં મહામારીની સ્થિતિની સમીક્ષા કરશે. સાથે જ હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધતા, ઑક્સીજનની ઉપલબ્ધતા, વેક્સીનની રસીકરણની સ્થિતિ અને જરૂરી દવાઓની ઉપલબ્ધતા જેવા મહત્વના વિષયો પર પણ ચર્ચા કરશે.
પાછલા એક સપ્તાહથી પ્રધાનમંત્રી લગભગ દરરોજ સરકારના વરિષ્ઠ અધિકારીઓ, ડૉક્ટરો અને વૈજ્ઞાનિકોની સાથે બેઠક કરી મહામારીને પહોંચીવળવાની તૈયારીઓની સમીક્ષા અને ઉઠાવવામાં આવનારા પગલાઓ પર ચર્ચા કરી રહ્યા છે. તેની શરૂઆત તેમણે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠકની સાથે જ કરી હતી.
તેમના જ પ્રયાસોથી દેશમાં દરેક સીએચસી પર નવા ઑક્સીજન પ્લાન્ટ લગાવવા, તમામ હોસ્પિટલોમાં ઑક્સીજન ઉપલબ્ધ કરાવવા, ઑક્સીજન એક્સપ્રેસ ચલાવવા, ઑક્સીજન પ્લાન્ટ અને ટેંકર હવાઈ માર્ગેથી તરત મંગાવવા, વેક્સીનો કાચો માલ આયાત કરવા જેવા મહત્વના નિર્ણય ન ફક્ત લેવામાં આવ્યા પણ તેનું પાલન પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.