દેશના તમામ લોકોનું પોતાનું ઘર હોય એટલા માટે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના (PM Awas Yojana 2022) ચલાવી રહી છે. આ યોજના અંતર્ગત તે લોકોને ઘર બનાવવા માટે રકમ આપવામાં આવે છે, જેમની પાસે પોતાનું પાક્કુ મકાન નથી. દેશના લાખો લોકો અત્યાર સુધીમાં આ યોજનાનો લાભ ઉઠાવી ચુક્યા છે. આ યોજના અંતર્ગત મેદાની વિસ્તાર માટે એક લાખ 20 હજાર તથા પહાડી વિસ્તાર માટે એક લાખ 30 હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. જો તમે પણ પીએમ આવાસ યોજના 2022 માટે અરજી કરી છે, તો આ લિસ્ટ ચેક કરી લેજો, તમારું નામ આ યોજનામાં આવ્યું છે કે નહીં.
દેશભરમાં પીએમ આવાસ યોજના લાગુ છે. આ યોજના અંતર્ગત અરજી કરનારા લોકોના નામ પસંદ કરીને નવી યાદીમાં નાખી દેવામાં આવે છે. જો તમે પણ અરજી કરી છે, તો તમે પીએમ આવાસ યોજના પોર્ટલ પર જઈને તમારું નામ ચેક કરી શકો છો.
પીએમ આવાસ યોજના શહેરીનું લિસ્ટ આ રીતે જુઓ
– સૌથી પહેલા પીએમ આવાસ યોજનાની વેબસાઈટ પર જાઓ.
– આ પછી હોમ પેજ પર મેનુ સેક્શન પર જાઓ
– આ પછી Search Beneficiary અંતર્ગત Search By Name પસંદ કરો
– તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે
– આમાં તમે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો અને Show ના બટન પર ક્લિક કરો
– આ પછી તમારી સ્ક્રીન પર લાભાર્થીઓની યાદી દેખાશે.
– જો તમારી અરજી સ્વીકારવામાં આવી હશે તો તમે તમારું નામ ચકાસી શકો છો
આવાસ યોજના ગ્રામીણનું લિસ્ટ આવી રીતે જુઓ
જો તમે પીએમ આવાસ યોજના ગ્રામીણની નવી યાદી જોવા માંગતા હોવ, તો તમે આ લિંક પર https://awaassoft.nic.in/netiay/AdvanceSearch.aspx ક્લિક કરો, આમ કરવાથી તમે સીધા જ સર્ચ મેનુમાં પહોંચી જશો. અહીં તમારે રાજ્ય, જિલ્લો, બ્લોક વગેરે જેવી તમામ પૂછવામાં આવેલી માહિતી ભરવાની રહેશે. તે પછી તમે સર્ચ બટન પર ક્લિક કરો. આ રીતે તમે પીએમ આવાસ યોજના ગ્રામીણની યાદી જોઈ શકો છો. જો તમારું નામ આ યોજનાની યાદીમાં હશે, તો જ તમે આ યોજનાનો લાભ લઈ શકશો.