ગુજરાતના પાટીદાર આંદોલનમાંથી નિકળેલા યુવા નેતા હાર્દિક પટેલ યૂપીથી લોકસભા ચૂંટણી લડી શકે છે. તેણે વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી લડવાની સંભાવનાઓનો ઈન્કાર નથી કર્યો.
શુક્રવારે અહીં હાર્દિકે કહ્યું કે રાજનીતિક જાગૃતિ માટે તે યૂપીના પ્રવાસ પર છે. સભાઓની સાથે જ સમાજિક આંદોલન સાથે જોડાયેલા લોકો સાથે વાતચીત કરી રહ્યા છે. શું તે 2019ની લોકસભા ચૂંટણી લડશે?
હાર્દિકે કહ્યું, હમણા નક્કી નથી. મહાગઠબંધન બને છે તો ચૂંટણી લડવા માટે વિચારશું. શું વારાણસીથી પીએમ મોદી સામે ચૂંટણી લડશે? આ સવાલ પર તેણે કહ્યું, માં ગંગાના કરોડો પુત્ર છે, તે બીજાને પણ બોલાવી શકે છે. બીજો પુત્ર પણ ગુજરાતથી હોઈ શકે છે. મેં વારાણસીથી ચૂંટણી લડવા માટે વિચાર્યું નથી પણ મહાગઠબંધન પ્રસ્તાવ કરશે તો ચૂંટણી લડવા પર વિચાર કરશે.
10 સીટો પર સિમિત થઈ જશે ભાજપ
હાર્દિકે યૂપીમાં મહાગઠબંધનની વકાલત કરી. કહ્યું, ખરાબ તાકાતો વિરુદ્ધ દુશ્મનોએ પણ મિત્ર બની જવું જોઈએ. જો યૂપીમાં સપા, બસપા, રાષ્ટ્રીય લોકદળ તેમજ કોંગ્રેસનું ગઠબંધન બન્યુ તો ભાજપ 10-11 સૂટો સુધી સીમિત રહી જશે.
અખિલેશ, જયંત મિત્ર, યૂથ લીડર્સનું પ્લેટફોર્મ બનાવશે
હાર્દિકે કહ્યું, અખિલેશ યાદવ અને જયંત ચૌધરી મારા મિત્ર છે. માયાવતી સાથે મુલાકાત નથી થઈ પણ બે-ત્રણ વાર ટેલીફોન પર વાત થઈ છે. હરિયાણામાં દુષ્યંત ચૌટાલા, રાજસ્થાનમાં સચિન પાયલટ મિત્ર છે. અમે ઈચ્છીએ છીએ કે દેશમાં યુવા આગળ આવે, ત્યારે જ રાજનીતિ સારી થઈ શકે છે. દેશહિતમાં યુવા નેતાઓનું પ્લેટફોર્મ તૈયાર કરવાના પ્રયત્ન કરીશું.
ફેબ્રુઆરીમાં લખનઉમાં બંધારણ બચાઓ રેલી
હાર્દિક પટેલે કહ્યું કે તે, જિગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર દેશભરમાં બંધારણ બચાઓ- દેશ બચાવો રેલી કરી રહ્યા છે. ફેબ્રુઆરીમાં લખનઉમાં રેલી સાથે જ વિધાન ભવન સુધી પગપાળા રેલી કરવામાં આવશે. પટનામાં પણ એવી જ રેલી કરવામાં આવશે.
ખેડૂત ક્રાન્તિ સેનાના બેનર નીચે કાર્યક્રમ
યૂપીમાં હાર્દિક પટેલના કાર્યક્રમ ખેડૂત ક્રાન્તિ સેનાના બેનર હેઠળ થઈ રહ્યા છે. સેનાના પ્રદેશ અધ્યક્ષ અખિલેશ કટિયારે જણાવ્યું કે શુક્રવારે સીતાપુરમાં સભા થઈ. શનિવારે કુશીનગરમાં જનસભા છે. હાર્દિકની બારાબંકી, ફૈઝાબાદ, આઝમગઢ, જૌનપુર, ઈલ્હાબાદ, પ્રતાપગઢ સહિત ઘણા જિલ્લાઓમાં જવાનો કાર્યક્રમ છે.