ભારત પર અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના કટાક્ષે સત્તાધારી ભાજપ અને વિપક્ષી કોંગ્રેસ બંન્નેને એક સાથે લાવી દીધા છે. યુદ્ધથી ત્રસ્ત દેશમાં એક પુસ્તકાલયને નાણાકીય મદદને લઈ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરવાને સત્તાવાર સૂત્રોએ નકારી કાઢ્યા છે. કોંગ્રેસે પણ ટ્રમ્પ સામે નિશાન સાધતા કહ્યું કે અફગાનિસ્તાનમાં વિકાસકાર્યોના સંદર્ભમાં ભારતને અમેરિકા પાસેથી ઉપદેશની જરૂર નથી.
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું કે પ્રિય ટ્રમ્પ, ભારતના પ્રધાનમંત્રીનો મજાક બનાવવાનો બંધ કરો. અફગાનિસ્તાન પર ભારતને અમેરિકાના ઉપદેશની જરૂરિયાત નથી.
તેઓએ કહ્યું કે મનમોહન સિંહના પ્રધનમંત્રી રહેતા ભારતે અફગાનિસ્તાનમાં નેશનલ અસેમ્બલીની ઈમારત બનાવવામાં મદદ કરી. માનવીય જરૂરિયાતોથી લઈ રણનીતિક-આર્થિક સમજદારી સુધી, અમે અફગાન ભાઈઓ તેમજ બહેનોની સાથે છીએ.
જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે કહ્યું કે ભારતના પ્રધાનમંત્રી વિશે અમેરિકી રાષ્ટ્રપતિની ટિપ્પણી ઠીક નથી અને તે અસ્વિકાર્ય છે. એમે આશા કરીએ છીએ કે સરકાર સખતાઈથી તેનો જવાબ આપશે અને અમેરિકાને એ યાદ અપાવશે કે ભારતે અફગાનિસ્તાનમાં મોટા પાયે રસ્તા તેમજ બાંધ બનાવડાવ્યા છે તેમજ ત્રણ અરબ ડૉલરની મદદથી પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે.